GSTV
Home » News » ઓપરેશન ઓફ સસ્પેન્શન બાદ સુરક્ષા એજન્સીઓ બેવડી શક્તિ સાથે આતંકવાદીઓના સફાયામાં લાગશે

ઓપરેશન ઓફ સસ્પેન્શન બાદ સુરક્ષા એજન્સીઓ બેવડી શક્તિ સાથે આતંકવાદીઓના સફાયામાં લાગશે

રમઝાન માસમાં ઓપરેશન ઓફ સસ્પેન્શન બાદ સુરક્ષા એજન્સીઓ બેવડી શક્તિ સાથે આતંકવાદીઓના સફાયામાં લાગી જશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક માસ સુધી આતંકવાદીઓ સામેના સસ્પેન્શન ઓફ ઓપરેશન દરમિયાન કાશ્મીર ખીણની પરિસ્થિતિની સુરક્ષાની જાણકારી આપી છે.

રાજનાથસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યુ છે કે સુરક્ષા એજન્સીઓ નવેસરથી ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવા ચાહે છે. વડાપ્રધાન મોદી સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ રાજનાથસિંહ રવિવારે સસ્પેન્શન ઓફ ઓપરેશન લંબાવવા કે સમાપ્ત કરવા બાબતે લેવાનારા નિર્ણયનું એલાન કરે તેવી શક્યતા છે.

ઉચ્ચપદસ્થ સૂત્રો મુજબ. રાજનાથસિંહે વડાપ્રધાન મોદીને જણાવ્યુ છે કે રમઝાનમાં ઓપરેશન્સ ઓફ સસ્પેન્શનને કારણે કાશ્મીર ખીણના સામાન્ય લોકોમાં યોગ્ય સંદેશો ગયો છે. કાશ્મીર ખીણના લોકોને અહેસાસ થયો છે કે સરકાર ખરેખર કાશ્મીર ખીણમાં શાંતિ સ્થાપવા માટે ઈચ્છુક છે.

ગત એક માસમાં કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનાઓમાં થયેલો ઘટાડો આનો પુરાવો છે. જો કે ઈદ પહેલા પત્રકાર શુજાત બુખારી અને ભારતીય સેનાના જવાનનું અપહરણ કરીને આતંકવાદીઓ દ્વારા કરાયેલી હત્યાને કારણે આતંકવાદીઓ સામે સરકારના વલણને વધુ કડક બનાવ્યું છે.

રાજનાથસિંહે વડાપ્રધાન મોદીને સુરક્ષાદળોની ચિંતાથી પણ અવગત કર્યા છે. આગામી મહીનેથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાને જોતા આતંકવાદીઓ અને તેમના ટેકેદારોને ખુલી છૂટ આપવી ખતરનાક હોવાનું સુરક્ષા એજન્સીઓનું માનવું છે. જેને કારણે સુરક્ષાદળો આતંકવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવા માટે ઈચ્છુક છે.

ગુરુવારે રાજનાથસિંહે ઉચ્ચસ્તરીય બેઠક કરીને કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં એનએસએ અજીત ડોભાલ, આઈબીના નિદેશક, ગૃહ સચિવ, અર્ધલશ્કરી દળોના પ્રમુખો સાથે ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

બેઠકમાં તમામ અધિકારીઓએ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની તરફદારી કરી હતી. 2017ના જાન્યુઆરી માસમાં શરૂ કરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટ દરમિયાન સુરક્ષાદળોએ બસ્સોથી વધુ આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો.

આ વર્ષે અત્યાર સુધીમાં 70 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઓપરેશન ઓલઆઉટની સફળતાને જોતા સુરક્ષાદળો રમઝાનમાં પણ તેને બંધ કરવાનો અભિપ્રાય ધરાવતા ન હતા. જો કે તેમ છતાં સુરક્ષાદળોને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરાયેલા ઓપરેશન ઓફ સસ્પેન્શનના નિર્ણયને અનુસરવું પડ્યું છે.

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદીએ શુક્રવારે રાત્રે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ બાબતે ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં રમઝાન માસ દરમિયાન આતંકવાદીઓ વિરુદ્ધ સ્થગિત અભિયાનની અવધિની સમીક્ષા કરવામાં આવી હતી.

સસ્પેન્શન ઓફ ઓપરેશનનો સમયગાળો શુક્રવારે સમાપ્ત થઈ ગયો છે. આ બેઠક વડાપ્રધાન નિવાસ ખાતે આરએસએસના નેતાઓને આપવામાં આવેલા ડિનર પહેલા થઈ હતી. આ બેઠકમાં ગૃહ પ્રધાન રાજનાથસિંહ સિવાય એનએસએ અજિત ડોભાલ અને ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.

Related posts

ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા વધારા ભાદ રૂપિયો નબળો પડ્યો, ડોલરની સામે 18 પૈસા તૂટ્યો

Riyaz Parmar

મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા!, PM મોદીએ આપ્યો આ જવાબ

Riyaz Parmar

કઢંગી હાલતમાં પ્રેમી પંખીડા એકબીજામાં હતાં ઓતપ્રોત અને પાછળથી લોકો આવી જતા જે થયું…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!