GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કેન્દ્રીય IT મંત્રીની સલાહ, આધારને વૉટર આઇડી સાથે લિંક ન કરો પરંતુ…

આધારને વૉટર આઇડી સાથે લિંક કરાવવાના મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે તે વ્યક્તિગત રૂપે આ બંનેને લિંક કરાવવાના પક્ષમાં નથી. તેમણે કહ્યું  કે બંને આઇડીનો ઉપયોગ અલગ-અલગ સેવાઓ માટે થાય છે. તેવામાં તેને લિંક કરવાની જરૂરિયાત નથી. જો કે તેમણે સ્પષ્ટતા કરી છે કે તે આઇટી મંત્રી તરીકે આ નિવેદન નથી આપી રહ્યાં. આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર લોકો પર જાસૂસીના આરોપોનો સામનો કરવા માટે તૈયાર ન હતી. જો અમે તેમ કરીએ તો અમારા વિરોધીઓ કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમારા પર નજર રાખી રહ્યાં છે કે અમે શું ખાઇ રહ્યાં છે, અમે કઇ ફિલ્મ જોઇ રહ્યાં છે અને ઘણું બધું. હું તેવું કરવા નથી માંગતો.

રવિશંકરે જણાવ્યું કે વૉટર આઇડી આધાર કાર્ડને ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાના પૉર્ટલ સાથે લિંક કરવામાં આવ્યું છે. અહીથી પોલિંગ બૂથ, એડ્રેસ જેવી માહિતી હાંસેલ કરી શકાય છે. જ્યારે આધાર આ બધી માહિતી માટે નથી. જો કે તેમણે બેન્ક ખાતાને આધાર સાથે લિંક કરવાનો બચાવ કર્યો. પ્રસાદે જણાવ્યું કે આધારને બેન્ક ખાતા સાથે લિંક કરવાથી પારદર્શકતા આવશે. સાથે જ કલ્યાણકારી યોજનાઓના લાભને ડીબીટી દ્વારા વધું લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

તેમણે કહ્યું કે મનમોહન સિંહ અને પીએમ મોદીના આધારમાં ફરક છે. મનમોહન સિંહનું આધાર કાયદાની વિરુધ્ધ હતું અને મોદીનું આધાર સંપૂર્ણ રીતે સુરક્ષિત અને ગોપનિય છે. તેમણે જણાવ્યું કે 31 કરોડથી વધુ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યાં છે અને 120 કરોડથી વધુ મોબાઇલ નંબરને આધાર સાથે જોડવામાં આવ્યાં છે. તેમ છતાં તેમણે આધારનો બચાવ કરતાં કહ્યું કે આધાર લોકોની ડિજીટલ ઓળખ છે, જે લોકોને ભૌતિક ઓળખનો એક પૂરક છે.

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!