GSTV
Home » News » હોમબાયર્સ અને બિલ્ડર્સ લોબીને થશે ઘણો ફાયદો , સરકાર અાપી રહી છે અા ખુશખબર

હોમબાયર્સ અને બિલ્ડર્સ લોબીને થશે ઘણો ફાયદો , સરકાર અાપી રહી છે અા ખુશખબર

શનિવારે યોજાયેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં 28%ના જીએસટી ટેક્સ માળખાને હલકું કરીને માત્ર 35 પ્રોડકટ અને સેવા પર જ હવે 28% ટેક્સ લેવાનો સરકારે નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં જ્યારે જીએસટી લાગુ થયું ત્યારે કુલ 226 આઈટ્મસ પર જીએસટી કર વસૂલાતો હતો, એક વર્ષના ગાળામાં અંદાજિત 191 પ્રોડ્કટ પર જીએસટી દરમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે હજી ગત સપ્તાહે જ જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સ દરમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે અને માત્ર 35 પ્રોડ્કટને જ 28%ના સ્લેબમાં રાખવામાં આવી છે. જોકે નવા સપ્તાહના પ્રથમ દિવસે જ ફરી 28%ના સ્લેબમાં ફેરફાર થશે, તેવી મહિતી મળી રહી છે.

સરકારે આગામી જીએસટી બેઠકમાં જરૂરી ફેરફારો કરવા અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. શનિવારની જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિમેન્ટ વેરા વસૂલાતમાં ઘટાડો કરવા માટે ચર્ચા થઈ હતી પરંતુ, કોઈ નક્કર નિર્ણય બેઠકમાં ન આવતા સિમેન્ટનો ટેક્સ ઘટાડો મુલતવી રખાયો હતો. ગત અઠવાડિયાની મીટિંગમાં સિમેન્ટ પર ટેક્સ ઘટાડા અંગે ભારે ચર્ચા થઈ હતી. કેન્દ્ર સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર સેગમેન્ટને બૂસ્ટ આપવા માટે અને દેશના વિકાસને મજબૂત-ઝડપી બનાવા માટે બાંધકામમાં વપરાતા પ્રોડકટ પર જીએસટી ઘટાડીને બૂસ્ટર ડોઝ આપવા માંગે છે પરંતુ, રાજ્યોએ આવકનો મોટો સ્ત્રોત જતો કરવો પડશે તેવી આશંકા અને દલીલ સાથે કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવ્યો હતો. આમ સિમેન્ટ પર લાગતો 28% જીએસટી દર ઘટાડીને 18% કરવા માટે કેન્દ્ર સરકાર તૈયાર છે પરંતુ, રાજ્ય સરકારો પાસે વિકલ્પ ન હોવાથી તેઓ વિરોધ કરી રહ્યાં છે.

કન્સ્ટ્રક્શન્સ એ શ્રમપ્રધાન સેક્ટર

સરકાર વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં વધુ પ્રમાણમાં નવી રોજગારીઓનું સર્જન કરવા અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહી છે. આગામી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે તો તે હોમબાયર્સ અને બિલ્ડર્સ લોબીને ઘણો ફાયદો થશે. કન્સ્ટ્રક્શન્સ એ શ્રમપ્રધાન સેક્ટર છે જે ભારતની જીડીપીમાં 8 ટકા યોગદાન આપે છે. વર્ષ 2016-17માં 1.3 ટકાના સાધારણ ગ્રોથ બાદ વર્ષ 2017-18માં બાંધકામ ક્ષેત્રે 5.7 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જેમાં પ્રથમ ક્વાર્ટરમાં 11.5 ટકાનો ડબલ ડિજિટલનો ગ્રોથ નોંધાયો હતો. કેર રેટિંગના એક રિપોર્ટ મુજબ ઓક્ટોબર 2017ના અંતે વણ વેચાયેલી ઇન્વેન્ટરી 10 ટકા ઘટીને 8,08,000 યુનિટ નોંધાઇ હતી.

Related posts

બે મહિના પહેલાં કરી 10 હજાર કર્મચારીઓની છટણી, અને હવે 55 કરોડ રૂપિયા વધ્યો નફો

Mansi Patel

માત્ર 7 જ દિવસમાં ઘટાડો 7 કિલો વજન, દિવાળી પહેલાં બનો સ્લિમ & ટ્રીમ

NIsha Patel

સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય હવે મલ્ટીપ્લેક્સમાં આટલા કલાક જ ફ્રી પાર્કિંગ સેવા મળશે જે પછી…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!