GSTV

હવામાં ઉડતા મોબાઈલ ટાવર જોયા છે ! અંતરિયાળ ગામડામાં પહોંચાડે છે ઈન્ટરનેટ

દેશ અને દુનિયામાં આવી રહેલી નવી નવી ટેકનોલોજીના કારણે આજે હવે કંઈ પણ અશક્ય નથી રહ્યું. જે આપણે ક્યારે સપનામાં પણ ન વિચાર્યું હોય તેવું દુનિયામાં થઈ રહ્યુ છે. દુનિયામાં ગૂગલ અને ફેસબુક કેટલાય વર્ષોથી કરોડો લોકોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી પહોચાડવાનું કામ કરી રહી છે, જેથી યૂઝર્સ ઈન્ટરનેટના માધ્યમથી દુનિયા સાથે સંપર્કમાં રહી શકે. ઈન્ટરનેટ કનેક્ટિવિટીને દૂર દૂરના ગામડાઓ સુધી પહોચાડવા માટે loon ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉડતો મોબાઈલ ટાવર

એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, અમેરિકી સ્ટાર્ટ અપ કંપીને ઉડતો મોબાઈલ ટાવર બનાવી રહી છે. આ ઉડતા મોબાઈલ ટાવરમાં ડ્રોનનો ઉપયોગ કરાયો છે. જે એક ડાઈનિંગ ટેબલની સાઈઝનો હોય છે. જેને એક લાંબા વાયર સાથે જોડવામાં આવે છે. એક મહિના સુધી તે હવામાં ઉડી શકે છે. જેના કારણે દૂર દૂરના ગામડામાં ઈન્ટરનેટની કનેક્ટિવિટી પહોંચાડી શકાય છે.

ઈન્ટરનેટ કનેક્ટિવિટી દૂર દૂરના ગામડાઓ સુધી પહોંચાડવાની કોશિશ

21મી સદીમાં ડ્રોન બેસ ઈન્ટરનેટ સર્વિસ આપવાની શરૂઆત સેલ્યુલર ઓન વ્હીલ્સના માધ્યમથી કરવામાં આવી છે. spooky actionની માફક telelife ટેકનોલોજીના માધ્યમથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી દૂર દૂરના ગામડાઓ સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. આ ટેકનોલોજીના મુખ્ય ફિચર્સની વાત કરીએ તો, telelife કેટલાય અઠવાડીયા સુધી હવામાં રહી શકે છે. આ ટેક્નોલોજી સેલ્યુલર ઓન વ્હિલ્સના હિસાબે સસ્તી છે. જે ટેલિકમ્યુનિકેશન માટેનું માધ્યમ બનીને સામે આવી રહ્યું છે.

20થી 30 માઈલ સુધી ઈન્ટરનેટની સુવિધા આપી શકાય છે

એક રિપોર્ટ પ્રમાણે જોઈએ તો, હાલ દુનિયાભરમાં 4 અબજ લોકો ઈન્ટરનેટ વગર જીવી રહ્યા છે. ત્યારે આવા સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડવા માટે આ લોકો સુધી નવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના ગ્રામિણ અને દૂરના વિસ્તારોમાં 2017માં આવી જ રીતે ઉડતા મોબાઈલ ટાવર દ્વારા ઈન્ટરનેટ સુવિધા પુરી પાડવામાં આવી હતી. telelifeનો ઉપયોગ કરી ડ્રોનની મદદથી 20થી 30 માઈલ સુધી ઈન્ટરનેટની સુવિધા આપી શકાય છે.

READ ALSO

Related posts

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!