GSTV

રાજ કુન્દ્રા/ હિરોઈન સેલિના જેટલીને પણ એપ માટે કરાઈ હતી એપ્રોચ, જાણી લો અશ્લિલ ફિલ્મો મામલે થયો છે મોટો ખુલાસો

સેલિના

Last Updated on July 28, 2021 by Bansari

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનો આરોપ છે. આ કારણે તે વિવાદમાં છે. અત્યાર સુધીમાં આ કેસમાં અનેક ખુલાસા થઈ ચુક્યા છે. ગત સપ્તાહે એવી અફવા સામે આવી હતી કે, અભિનેત્રી સેલિના જેટલીને રાજ કુંદ્રાની એપના પ્રોજેક્ટ માટે એપ્રોચ કરવામાં આવી હતી. ત્યારે હવે અભિનેત્રી સેલિના જેટલીના પ્રવક્તાએ આ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા છે.

શિલ્પાની એપ માટે કરી હતી એપ્રોચ

સેલિના જેટલીના પ્રવક્તાએ જણાવ્યું કે, સેલિનાને શિલ્પા શેટ્ટીની જેએલ સ્ટ્રીમ્સ માટે એપ્રોચ કરવામાં આવી હતી, જે પ્રોફેશ્નલ્સ માટે એક ડિસેન્ટ ઈન્ફ્લુએન્સર એપ છે. સેલિનાને હોટશૉટ માટે એપ્રોચ નહોતી કરવામાં આવી. તેને આ વિશે ખબર પણ નથી.

સેલિના

વધુમાં જણાવ્યું કે, શિલ્પા સેલિનાની એક સારી મિત્ર છે. બંને સારા સંબંધો શેર કરે છે, માટે જ સેલિનાને જોઈન કરવા માટે ઈન્વાઈટ કરવામાં આવી હતી. જ્યારે આ એપ લોન્ચ થઈ તે સમયે સેલિના બીજા કમિટમેન્ટ્સમાં બિઝી હતી માટે જોઈન નહોતી કરી શકી. ફક્ત સેલિના જ નહીં, બોલિવુડની અન્ય અભિનેત્રીઓને પણ તે એપ માટે એપ્રોચ કરવામાં આવી હતી.

રાજ

ઉલ્લેખનીય છે કે, 19 જુલાઈના રોજ રાજની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પહેલા 2 કલાક સુધી રાજની પુછપરછ કરી હતી અને બાદમાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરેલો. કોર્ટે કુંદ્રાને 27 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. મંગળવારે પોલીસે કુંદ્રાને કિલા કોર્ટમાં રજૂ કરેલ અને કોર્ટે રાજને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધેલો.

Read Also

Related posts

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!