GSTV

અમદાવાદની આ ઈમારતના લોકો જીવી રહ્યા છે ભયના ઓથાર નીચે, વગર ધરતીકંપે ધ્રુજે છે બિલ્ડિંગ

વર્ષ 2001ના ધરતીકંપે લોકોને હચમચાવી મૂક્યા હતા. ત્યારે આવા ધરતીકંપ જેવા આંચકા બોડકદેવમાં રહેતા રહીશો પ્રતિદિન મહેસૂસ કરી રહ્યા છે. અહીંની એક ઇમારતમાં લોકો દિવસ અને રાત્રે ફફડી ઉઠે છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ સેલેસ્ટા કોર્ટયાર્ડ અહીં રહેતા રહીશો ફફડી જાય છે. કેમકે તેમની આખીયે ઇમારત ધ્રુજે છે. ત્યારે વિચાર આવે કે આખરે એવું તો શું થતું હશે કે ઇમારત ધ્રુજે છે. તો તેની પાછળનું કારણ છે બાજુમાં નિર્માણ પામી રહેલ ઇમારત.

અહીં બાજુમાં એક બહુમાળી ઇમારતનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેના પાયાના ખોદકામના કારણે બાજુની સેલેસ્ટા કોર્ટયાર્ડ ઇમારત ધ્રુજી જતા અહીંના રહીશો ફફડે છે. એવું નથી કે અહીંના રહીશોએ રજૂઆત નથી કરી. રજૂઆત કરવા છતા કોઇ પગલા લેવાયા નથી. ત્યારે જો ખરેખર આ રીતે ઇમારત ધ્રુજતી હોય તો કોઇ મોટી હોનારત સર્જાઇ તો નવાઇની વાત નથી.

READ ALSO

Related posts

અધિક માસમાં દરરોજ કરો આ મંત્રોનો જાપ, ભગવાન વિષ્ણુની તમારા પર થશે અસીમ કૃપા

Ankita Trada

આર્થિક મંદી / આવક ઓછી અને ખર્ચા વધ્યા : આ 3 મોરચે મોદી સરકારની વધી શકે છે ચિંતા, હવે ભરાઈ ગઈ છે સરકાર

Karan

ઓટો સેક્ટરની હાલત સુધારવા સરકાર લાવી રહી છે આ પોલિસી, 30 ટકા સસ્તી થશે નવી કાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!