GSTV

Rakhi Sawant Birthday: 11 કરોડનો બંગલો અને લાખોની કારની માલિક છે રાખી સાવંત, નેટ વર્થ જાણીને હેરાન થઈ જશો

Last Updated on November 25, 2021 by Pravin Makwana

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 25 નવેમ્બર 1978ના રોજ થયો હતો. રાખીનું અસલી નામ નીરૂ શિપ છે. રાખી મોટા ભાગે પોતાના વિવાદીત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. રાહુલ ગાંધીની સાથે લગ્ન કરવાની ઈચ્છા, મીકા સિંહ દ્વારા જબરદસ્તી કિસથી લઈને દિપક કલાક સાથેના રિલેશનના કારણે ચર્ચામાં રહી છે. આપને જણાવી દઈએ કે, રાખી સાવંત લક્ઝૂરી લાઈફ જીવે છે. તેની પાસે પૈસાની કોઈ કમી નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાખી સાવંતની પાસે મુંબઈમાં બે એપાર્ટમેંટ છે. જેની કિંમત કરોડોમાં છે. આ ઉપરાંત એક્ટ્રેસની પાસે 11 કરોડનો બંગલો છે. તો વળી તેની કુલ પ્રોપર્ટી 37 કરોડ રૂપિયાની છે. હિન્દી, તેલુગૂ, તમિલ ફિલ્મ અને કેટલીય ટીવી સિરિયલ્સમાં કામ કરી ચુકી છે. રાખી કેટલીય કારોની શોખિન છે.

સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ

રાખી સાવંત સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઈંસ્ટાગ્રામ પર તેના 3.3m ફોલોઅર્સ છે. રાખી થોડા દિવસ પહેલા પોતાના લગ્નને લઈને પણ ચર્ચામાં રહી હતી. તેનું કહેવુ છે કે, તેના પતિનું નામ રિતેશ છે. બિગ બોસ 15માં રાખી પોતાના હસબેંડ સાથે નજર આવશે. શોનો એક પ્રોમો વીડિયો પણ સામે આવ્યો છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!