2018ના વર્ષમાં થયા આ મોટા લગ્ન, જુઓ PHOTOS

Celebrity Weddings of 2018: ચાલુ વર્ષ બૉલીવુડમાં યાદગાર બની જશે. આ વર્ષે મોટા લગ્ન થયાં. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને સોનમ કપૂર જેવી બૉલીવુડ અભિનેત્રીઓએ લગ્ન કર્યા તો રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીની પુત્રીના લગ્ન પણ થયા અને સ્ટેટ્સ બદલાયું.

આમ તો દર વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈના પણ લગ્ન યાદગાર બને છે, પરંતુ 2018ની યાદી ખાસ્સી લાંબી છે. ચાલુ વર્ષમાં દીપિકા પાદુકોણ-પ્રિયંકા ચોપડાથી લઇને દેશના સૌથી ધનવાન બિઝનેસમેન પરિવારની લાડલી પુત્રી ઈશા અંબાણીનું રિલેશનશિપ સ્ટેટ્સ મેરિડ થઇ ગયું. આવો અહીં જોઈએ તેની યાદી.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન 14 અને 15 નવેમ્બરે ઈટાલીના લેક કોમોના સુંદર લોકેશન પર થયાં. ત્યારબાદ બેંગલુરૂ અને મુંબઈમાં પણ ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી યોજાઈ. પ્રશંસકોમાં આ લગ્નનો ઉત્સાહ હતો કે દીપિકા પાદુકોણની દુલ્હનવાળી તસ્વીરોને વિરાટ-અનુષ્કાની તસ્વીરોથી વધારે લાઇક મળી.

View this post on Instagram

❤️

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા-રણવીરના રિસેપ્શન વચ્ચે જ જોધપુરમાં પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનાસના શાહી લગ્ન થયાં. આ લગ્ન કિશ્ચિન અને પંજાબી રીતિરિવાજ અનુસાર થયાં અને ત્યારબાદ દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું. આ લગ્નની ચર્ચા એટલા માટે થઇ હતી કે નિક અને પ્રિયંકાની ઉંમરમાં 10 વર્ષનું અંતર છે.

View this post on Instagram

And forever starts now… ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ઈશા અંબાણીના લગ્ન પણ 2018ના દિગ્ગજ સિતારાઓની લગ્નની ગણતરીમાં ગણાશે. તેણે આનંદ પિરામલ સાથે લગ્ન કર્યાં.

સોનમ કપૂરે દિલ્હીના બિઝનેસમેન આનંદ આહૂજા સાથે મે 2018માં લગ્ન કર્યાં. મુંબઈમાં યોજાયેલા આ લગ્નમાં બૉલીવુડના તમામ હસ્તિઓ ઉપસ્થિત રહી હતી. બંને ઘણા વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.

નેહા ધૂપિયાએ પિંક અને સૂરમા ફેમ અંગદ બેદી સાથે દિલ્હીમાં અચાનક લગ્ન કરીને સૌ કોઈને હેરાન કરી દીધા હતાં. આનંદ કારજ બાદ બંનેની તસ્વીરો સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર શેર કરવામાં આવી. ત્યારબાદ આ ખુલાસો કરવામાં આવ્યો કે નેહા લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ હતી.

મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષયે મદલસા શર્મા સાથે લગ્ન કર્યાં. જોકે, આ ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા હતા, પરંતુ મહાક્ષય પર લાગેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપોએ આ લગ્નને વર્ષના એક વિવાદીત લગ્ન બનાવ્યાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter