GSTV
Home » News » આ છે 12 સેલિબ્રિટી : જેઓ લોકસભામાં પોતાનું ભવિષ્ય અજમાવશે, જાણો કોણ કયા પક્ષમાંથી લડશે

આ છે 12 સેલિબ્રિટી : જેઓ લોકસભામાં પોતાનું ભવિષ્ય અજમાવશે, જાણો કોણ કયા પક્ષમાંથી લડશે

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય વર્તુળોમાં નવી-નવી જાહેરાતો પણ થવા માંડી છે. અમૂક અભિનેતાઓ અંગે અટકળોએ જોર પકડ્યુ છે. તો અમૂક અભિનેતાઓએ જાહેરાત પણ કરી દીધી છે કે તેઓ ક્યાથી ચૂંટણી લડશે. આવો તમને જણાવીએ કે કયા-કયા સેલિબ્રિટીઓ છે, જે આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે.

મનાઈ રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં ભાજપે ઉમેદવારોની એક યાદી તૈયાર કરી છે. જેમાં અજય દેવગણનુ નામ પણ છે.

તો અમૂક રિપોર્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે અક્ષય કુમાર પણ ભાજપની યાદીમાં છે.

રાષ્ટ્રીય લોકદળ (રાલોદ)ના નેતા જયંત ચૌધરીએ બુધવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહ સાથે મુલાકાત કરી છે. રાલોદ નેતાની આ મુલાકાત લખનઉ સ્થિત ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ પર થઇ. ત્યારબાદ અટકળોએ જોર પકડ્યુ છે કે આરપી સિંહ, રાલોદથી ચૂંટણી લડી શકે છે.

કેટલાંક મીડિયા રિપોર્ટમાં દાવો છે કે ભાજપ ગૌતમ ગંભીરની પાસે પણ પ્રસ્તાવ લઇને જઇ શકે છે.

એવી અટકળો લગાવાઈ રહી છે કે ફિલ્મ સ્ટાર ગોવિંદા ફરી એક વખત રાજનીતિમાં પાછા આવી શકે છે. મનાઈ રહ્યું છે કે આ વખતે પણ તેઓ કોંગ્રેસની ટીકિટ પરથી ચૂંટણી લડશે.

કપિલ દેવ અંગે પણ અટકળો લગાવાઈ રહી છે કે ભાજપ હાઈકમાન્ડ ચૂંટણી લડવાના અનુસંધાનમાં તેમનો સંપર્ક કરી શકે છે.

અભિનેતા કમલ હાસન પણ ચૂંટણી લડશે. કમલ હાસને જાતે જાહેરાત કરી છે. કમલ હાસને પોતાની રાજકીય પાર્ટી પણ બનાવી દીધી છે, જેનુ નામ મક્કલ નીધિ મચ્યમ છે.

ભોપાલથી ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર લોકસભા ચૂંટણી લડશે. તેમને કોંગ્રેસ તરફથી ટિકિટ મળે તેવી ચર્ચા છે. પાર્ટીના અમૂક નેતા એવુ ઈચ્છે છે અને પોતાની ઈચ્છા હાઈકમાન્ડ રાહુલ ગાંધી સમક્ષ જણાવી છે. કરીના કપૂરના સસરા અને પૂર્વ ક્રિકેટર મંસૂર અલી ખાં પટૌદીએ ભોપાલથી લોકસભા ચૂંટણી લડી છે, જેમાં તેમનો પરાજય થયો હતો.

અમૂક રિપોર્ટમાં એવુ પણ સામે આવ્યું છે કે ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે.

ઉત્તર પ્રદેશ સ્થિત મેરઠ નિવાસી પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર ચૂંટણી લડી શકે છે. થોડા દિવસ પહેલા તેઓ સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતાં.

તામિલ સુપરસ્ટાર રજનીકાંતે વર્ષ 2017ના અંતિમ દિવસે પોતાની નવી રાજકીય ઈનિંગની શરૂઆતની જાહેરાત કરી હતી. તેઓ પણ ચૂંટણી લડશે.

READ ALSO

Related posts

વિધાનસભાની પેટાચૂંટણીમાં નીતિન પટેલને એ બેઠકની જવાબદારી સોંપાઈ છે જે નીતિનભાઈ માટે રમત વાત છે

Mayur

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur

ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!