GSTV

જાહેર ખબર દ્વારા ગેરમાર્ગે દોરતી સેલિબ્રિટીને થઈ શકે છે દંડ

સેલિબ્રિટીઓ દ્વારા જે ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે કરાર કરવામાં આવે છે તેમાં હવે જેલવાસને બદલે રૂપિયા 50 લાખનો દંડ અને ત્રણ વર્ષ સુધીનો પ્રતિબંધ મુકાઇ શકે છે, જો કે આના માટે એક વખત સંસદમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન બીલ પસાર કરવાનું રહેશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન બીલ 2018ન કન્ઝ્યુમર અફેર્સ પ્રધાન રામવિલાસ પાસવાન દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેમાં 31 વર્ષ જૂના કાયદાને બદલાવવાનો આશય સેવવામાં આવ્યો છે.

આ ખરડાનો મુખ્ય ઉદ્દેશ ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર તૂટી પડવાનો, અલબત્ત ગેરમાર્ગે દોરતી જાહેરાતો બંધ કરાવવાનો છે. જો ખરડામાં દરખાસ્ત મુકવામાં આવીછે તેવા સેન્ટ્ર્લ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ની સ્થાપના કરવાં આવશે તો તે જે તે જાહેરાત ખોટી છે કે ગેરમાર્ગે દોરતી છે તે નક્કી કરશે, તે તેમાં કરાર કરનારને (એન્ડોસર્સ), એડવર્ટાઇઝરને, પ્રકાશકને તેમજ વેપારીઓને અને ઉત્પાદકોને આ પ્રકારની જાહેરાત બંધ કરવાનો અથવા તેમાં સુધારો કરવાનો આદેશ આપી શકશે. સીસીપીએને એન્ડોસર્સ અને ઉત્પાદકોને રૂ. 10 લાખ દંડ કરવાની સત્તા પણ અપાશે. તેમજ તે સિવાય બીજા કોઇ ઉલ્લંઘનો માટે તે રૂપિયા 50 લાખ સુધીનો દંડપણ લાદી શકશે.
વધુમાં સીસીપીએ ખોટી કે ગેરમાર્ગે દોરતી જાહેરાતોના એન્ડોસર્સને એક વર્ષ સુધી કોઇ પણ પ્રોડક્ટ કે સેવાનો કરાર કરતા અટકાવી શકશે, જ્યારે તેવું જ ઉલ્લંધન જો બીજી વખત થયું હોય તો તેમાં ત્રણ વર્ષ સુધી પણ પ્રતિબંધ મૂકી શકે છે.

Related posts

મોદી સરકારની વધી મુશ્કેલી, કોરોનાના કહેરની અસર 2021 સુધી રહેશે

pratik shah

Video: લૉકડાઉન વચ્ચે પત્નીને હોસ્પિટલ લઇને પહોંચ્યો આ બોલીવુડ સ્ટાર, ક્યાંક કોરોના તો…

Bansari

ધક્કા ખાવાની જરૂર નથી આંગળીના ટેરવે થઇ જશે બેન્કના બધા કામ, આ બેન્કે શરૂ કરી Whatsapp બેન્કિંગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!