GSTV

હૈદરાબાદમાં થયેલા એન્કાઉન્ટરની હિરાનગરી સુરતમાં ઉજવણી, મહિલાઓએ મિઠાઈ વહેંચી

બીજી તરફ હીરાનગરી સુરતમાં પણ હૈદરાબાદના હેવાનો હણાયા તેનો જશ્ન મનાવવામાં આવ્યો. મહિલા વકીલો હોય કે તબીબો, સામાન્ય ગૃહિણીઓ હોય કે વિદ્યાર્થિનીઓ તમામે એકસૂરે પોલીસની કામગીરી બિરદાવી. સાથે જ દુષ્કર્મના આરોપીઓને આ પ્રકારની જ સજા તાત્કાલિક ફટકારવામાં આવે તેવી લાગણી પણ વ્યક્ત કરી.

હૈદરાબાદમાં મહિલા તબીબ સાથે હેવાનિયત આચરનારા હેવાનો ઠાર મરાયા બાદ હીરાનગરી સુરતની યુવતીઓ અને મહિલાઓએ ખુશી વ્યક્ત કરી. સુરતની મહિલાઓએ એકત્ર થઇ દીકરીઓ સાથે મળીને એકબીજાને મીઠાઇ ખવડાવી. તેમજ માસૂમો સાથે દુષ્કર્મ આચરનારાઓને આવી જ સજા થવી જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી. હૈદરાબાદ પોલીસની કામગીરીને સુરતના યંગસ્ટર્સે પણ આવકારી. ગુજરાત પોલીસ પણ હૈદરાબાદ પોલીસની જેમ આવી કામગીરી કરી દાખલો બેસાડે તેવી માંગ કરી. આ તરફ સુરતમાં આયોજિત ઓલ ઇન્ડિયા ગાયનેક તબીબ કોન્ફ્રરન્સમાં આવેલા મહિલા તબીબોએ પણ ખુશી વ્યક્ત કરી. સાથે જ પિશાચી કૃત્ય કરનારાઓને મળેલી સજા યોગ્ય હોવાનો મત વ્યક્ત કર્યો.

સુરતના મહિલા વકીલોએ પણ બળાત્કારીઓ સામે કડક પગલા લેવાની હિમાયત કરી. સાથે જ કોઇ પણ વકીલે બળાત્કારીઓનો કેસ ન લડવો જોઇએ તેમ પણ જણાવ્યું. હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ દેશભરના લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. પરંતુ આ કેસના આરોપીઓનો ફેંસલો ગણતરીના દિવસોમાં જ આવી જતા સુરતવાસીઓએ પીડિતાને યોગ્ય ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી.

READ ALSO

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!