GSTV

રાજ્યના વિવિધ શહેરોમાં ઉતરાયણની જોવા મળી રોનક, લોકોએ ગરમા-ગરમ જલેબી અને ઉંધીયાની લહેજત માણી

ઉત્તરાયણ પર્વની વડોદરામાં અનેરી રોનક જોવા મળી. ઉત્તરાયણ નિમિત્તે ખાસ ખવાતા ઊંધિયા-જલેબીની ખરીદી માટે વહેલી સવારથી લોકો લાઈનમાં લાગ્યા હતા. જોકે, આ વખતે કોરોના હોવાથી ગાઈડલાઈન્સ સાથે વેપારીઓએ ઊંધિયા-જલેબીનું વેચાણ કર્યું હતુ. તેની સાથે વડોદરાવાસીઓએ ઊંધિયા અને જલેબીની મોજ માણી હતી.

આણંદમાં વલ્લભ વિદ્યાનગર ખાતે કોરોના ઞાઈડલાઈન સાથે પતંગ રસીયાઓએ પતંગ ચગાવ્યા તો સાથે ગરમ-ગરમ જલેબી અને ઉંધીયાની મજા માણતા દેખાયા હતા. બજારોમાં જલેબી અને ઉધીયૂ લેવા માટે લાઈનો લાગી હતી.

ઉત્તરાયણ પર્વ પર પતંગ ઉડાવવાની સાથે ઉંધિયું-જલેબી ખાવાની પણ પરંપરા છે. ત્યારે અમદાવાદમાં લોકો ઉંધિયા-જલેબીની ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. અમદાવાદમાં સવારથી જ લોકોએ ઉંધિયું-જલેબી ખરીદવા ફરસાણના વેપારીઓને ત્યાં લાઇન લગાવી હતી.

ઉત્તરાયણના પર્વને લઈને વિરમગામમાં પણ લોકોએ ઉંધીયા જલેબીની જયાફતા માણી હતી. વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. 50થી વધુ લોકોએ  વિરમગામમાં  જલેબી ફાફડાના કાઉન્ટર લગાવ્યા હતા. લોકો ગરમાગરમ ઊંધિયા જલેબી પાત્રા સમોસા ગરમાગરમ ખરીદી કરવા માટે મીઠાઈની દુકાનો પર વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. ભાવમાં પણ ગત વર્ષ કરતા થોડો વધારો જોવા મળ્યો.

READ ALSO

Related posts

બમ્પર કમાણીની તક/ નોકરી-ધંધાનો વિચાર પડતો મૂકી કરો મોતીની ખેતી, બસ કરવું પડશે આ કામ

Ankita Trada

રશિયા અમેરિકાના મજબૂત થતા સંબંધો: પુતિને ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટીની મુદ્દત વધુ 5 વર્ષ વધારી

Pritesh Mehta

હાઈટ વધારવામાં મદદ કરે છે આ ફૂડ્સ, વધી રહેલાં બાળકોનાં ડાયેટમાં જરૂર કરો સામેલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!