કુંવરજીભાઈ બાવળીયા સહિતના ભાજપના નેતાઓએ આ જગ્યાએ કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી

સૌરાષ્ટ્રમાં પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી થઈ. જૂનાગઢના માળિયામા પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ તિરંગો લહેરાવીને પરેડને સલામી આપી હતી. જામનગરના લાલપુરમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. બાદમાં પરેડની સલામી ઝીલી હતી.

સૌરભ પટેલે લોકોમાં દેશભક્તિનું સિંચન થાય અને આવનારી પેઢીને દેશ માટે કંઈક કરી છૂટવા આહવાન કર્યુ હતું. ગોંડલમાં મહેસુલ પ્રધાન કૌશિકભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગાન કર્યુ હતું. બાદમાં પરેડની સલામી ઝીલી હતી. ભાવનગરના ઉમરાળામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પ્રધાન જયેશ રાદડિયાએ ધ્વજવંદન કર્યુ હતુ.

આ પ્રસંગે ખેલમહાકુંભ અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી શાળાઓને ચેક તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયેશ રાદડિયાએ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ વૃક્ષારોપણ કર્યું હતું. તો અમરેલીના ખાંભામાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવેએ ધ્વજવંદન કર્યું હતું.

નેતાઉજવણી સ્થળ
કુંવરજીભાઈ બાવળિયાજૂનાગઢ (માળીયા)
સૌરભ પટેલજામનગર
કૌશિક પટેલગોંડલ
જયેશ રાદડિયાભાવનગર
વિભાવરીબેન દવેઅમરેલી

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter