GSTV

રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણી એ સીએમ રૂપાણીનો વિદાય સમારંભ જ હતો, સરકારની નિષ્ફળતા સામે પ્રજામાં હતો રોષ

Last Updated on September 11, 2021 by Vishvesh Dave

સીએમ રૂપાણીના રાજીનામા બાદ કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણી એ સીએમ રૂપાણીનો વિદાય સમારંભ જ હતો. ભાજપ સરકારની નિષ્ફળતા સામે પ્રજાજનોમાં ભારે રોષ છે. લોકોના આ આક્રોશને કારણે મુખ્યપ્રધાન બદલવાની ભાજપને ફરજ પડી છે.

ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ફરી એક વખત ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ધાનાણીએ જણાવ્યું કે ભાજપે વિજયભાઇ જેવા સરળ વ્યક્તિનું રાજીનામું લીધું તે દુઃખદ બાબત છે. રૂપાણીના રાજીનામાથી ભાજપમાં ચાલી રહેલા આંતરિક મતભેદ સપાટી પર આવ્યા છે. ગુજરાતમાં સરકાર અને સંગઠન વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. રૂપાણીની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. કોરોનાકાળમાં આરોગ્યની સુવિધા વધારવાને બદલે સરકાર તાળી અને થાળી વગાડવામાં વ્યસ્ત રહી છે. પીએમ મોદી અને અમિત શાહની નિષ્ફળતાનો ભોગ રૂપાણી બન્યા છે.

રાજ્યના મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપતા અમદાવાદની જનતાએ પ્રતિક્રિયા આપી. અમદાવાદના લોકોએ જીએસટીવી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, લોકોને મોંઘવારી અને યુવાનોને રોજગારી મળી નથી અને કોરોના જેવી મહામારીમાં પણ લોકો હેરાન થયા છે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં હલચલ વધી ગઈ છે ત્યારે એક અટકળો એવી પણ વહેતી થઈ છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી યોજાઈ શકે છે. ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ નવેમ્બર-2022માં પૂર્ણ થઈ રહ્યો છે પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારી કરી શકે છે.

હાલની રાજકીય પરિસ્થિતિને ધ્યાને રાખીને વહેલી ચૂંટણી યોજવાનો વિકપણ એક વ્યૂહાત્મક ગણતરીના ભાગરૂપે અપનાવાઈ શકે છે. ભાજપની તૈયારીઓ જોઈને પક્ષના કાર્યકરોમાં પણ વહેલી ચૂંટણી આવવાની હોવાનો ગણગણાટ શરૂ થયો છે. ઉપરાંત છેલ્લા થોડા સમયમાં ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમો, સાથે સાથે વિકાસના કામોના પણ ઝડપભેર ઉદ્દઘાટનો અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારામોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી AndroidApp ડાઉનલોડ કરો…

ALSO READ

Related posts

ભાવનગરમાં 10ના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોર્પોરેશને મેરિયટ હોટેલનાં સ્ટાફનો કર્યો ટેસ્ટ

pratik shah

અતિ મહત્વનુંં: અંબાજી ગબ્બર પરના ઉડન ખટોલા (રોપ-વે) 5 દિવસ રહેશે સંપૂર્ણ પણે બંધ

pratik shah

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના કર્યા દર્શન, દારૂ જુગારનું દૂષણ નાથવા વિભાગ કડક કાર્યવાહી કરશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!