ભરૂચ : જૈન ધર્મના 24માં તિર્થકરી ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્ણાક ઉસ્તવની ભરૂચમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. શહેરના વેજલપુરથી ભગવાનની શોભાયાત્રા નીકળી હતી. જે શક્તિનાથ જૈન દેરાસરથઈ દિગંબર દેરાસર સહિતના વિવિધ માર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં આચાર્યભગવતજી સાધુ, સાધવીઓ સહિત જૈન શ્રેષ્ઠીઓ અને સમાજના લોકો જોડાયા હતા.
વાપી: વાપીમાં પણ ભગવાન મહાવીરની જન્મજયંતીની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ. સવારથી જ જૈન ભાઈ-બહેનોએ દેરાસર પહોંચીને ભગવાન મહાવીરના દર્શન કરીને ધન્યતા અનુભવી. તો વાપીના મુખ્ય દેરાસરથી અજીતનગરના દેરાસર સુધી શોભાયાત્રા નીકળી હતી. જેમાં વાપી ઉપરાંત દમણ, સેલવાસ અને આસપાસના ગામના જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.
વલસાડ: વલસાડ જૈન સમાજ દ્વારા મહાવીર સ્વામીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
જામનગર : જામનગરમાં પણ ભગવાન મહાવીર સવામીની જન્મજયંતીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના દેરાસરવાસી અને સ્થાનકવાસી જૈન સંઘો દ્વારા ઉપાશ્રયો અને જૈનાલોયોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે. ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા.
ભાવનગર: ભાવનગરમાં મહાવીર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શશ્વેતાંબર મૂર્તિપૂજક તથા સંઘ ઉપક્રમે ગચ્છનાયક આચાર્ય વિજય હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા અન્ય વિભાગમાં બિરાજમાન ગુરૂ ભગવંતોની પાવન નિશ્રામાં શાસનપતિ મહાવીર સ્વામી શોભાયાભા કાઢવામાં આવી હતી.
રાજકોટ: આજે મહાવીર જયંતીની ઠેર ઠેર ઉજવણી થઈ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી. સવારે તેમણે રાજકોટના જૈન દેરાસરમાં ભગવાનના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી.
સુરત : રાજ્યભરમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસની ઉજવણી થઈ. સુરતમાં પણ વિવિધ જૈન સંપ્રદાયોમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભક્તોને લાડુની પ્રસાદી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહિંસાના પ્રચારર્થે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. અઠવાલાઈન્સ જૈન સંઘ, ઉમરા જૈન સંઘ, સોમ ચિંતામણી જૈન સંઘ સહિતના સંઘોમાં ખૂબ ધામધૂમથી સાધુ ભગવંતોની નિશ્રામાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી.
ભૂજ : ભૂજમાં પણ ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતી મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ. જૈન સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભગવાનની શૌભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં બાળકો સાયલક સાથે અને યુવાઓ બુલેટ સાથે જોડાયા હતા. તો ઊંટગાડાને વિવિધ પ્લોટોથી સજાવાયા હતા. પંજાબનું પ્રખ્યાત ભટીંડા બેન્ડ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.
વડોદરા: તો વડોદરામાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. જે શહેરના વિવિધ માર્ગોમાં ફરી. યુવાઓએ મુખ્ય માર્ગો ખાતે લાડુની પ્રસાદીનું કર્યું વિતરણ. પ્રસાદી માટે પંદર લાખથી વધારે લાડુ બનાવવામાં આવ્યા.