કતારમાં ફીફા ફૂટબોલ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે જે અંતિમ તબક્કામાં પહોચી ગયો છે. મંગળવારે અમેરિકા અને ઈરાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં અમેરિકાએ ઈરાનની ટીમને પરાજય આપ્યો હતો. બીજી તરફ ઈરાનની ટીમના પરાજયના પગલે ઈરાની લોકોએ જ જશ્ન મનાવ્યો હતો જેના પગલે ઈરાનના ઘણા શહેરોમાં લોકો માર્ગ પર મેચના પરાજયની ઉજવણી કરી રહ્યા હતા. આ ઉજવણી દરમિયાન એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે, ગોળી સુરક્ષા દળોએ ચલાવી છે જે સીધી માથામાં વાગી છે જે બાદ તેનું મોત નિપજ્યું છે.

એક અહેવાલ પ્રમાણે ઉજવણી દરમિયાન ગોળી મારવામાં આવેલા યુવકનું નામ મેહરાન સામક જણાવવામાં આવી રહ્યું છે. પ્રદર્શનમાં સામેલ કાર્યકર્તાઓનું કહેવું છે કે બંદર અંજલી વિસ્તારમાં ઈરાની ટીમની હારની ઉજવણીમાં ભાગ લેતી વખતે મેહરને તેની કારનું હોર્ન વગાડ્યું હતું. સુરક્ષા દળ ગુસ્સે થઈ ગયો અને તેના માથામાં ગોળી મારી દીધી.
સુરક્ષા દળો દ્વારા ઠાર કરાયેલા મેહરાન સામકના અંતિમ સંસ્કાર બુધવારે સવારે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. બીજી તરફ ઈરાનના સુરક્ષા દળોએ મેહરાનની હત્યાના આરોપને ફગાવી દીધો છે.
READ ALSO
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?