GSTV

ગુજરાતી કલાકારોએ ઉત્તરાયણ નિમિતે પતંગબાજીની આ રીતે લીધી મોજ, ચાહકોને આપ્યો આ સંદેશ

મહેસાણામાં પણ લોકગાયિકા કાજલ મહેરિયા દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાજલ મહેરિયાએ પણ પતંગ ઉડાવવાની મોજ માણી હતી. ઉત્તર ગુજરાતના દેશી લહેકાની આજની ઉત્તરાયણ કેવી છે તે જાણવા માટે ઉત્તર ગુજરાતના દેશી લ્હેકાના ગીતકાર અને ગરબાના જાણીતું નામ કાજલ મહેરિયાની વાત આવે અને તેની સાથે સેડ સોંગ ન ગાવવામાં આવે તો કઈ રીતે ચાલે. ઉત્તરાયણમાં આ વખતે કોરોનાની અસર સાઉન્ડ પર પડી છે. ત્યારે ઉત્તર ગુજરાતના દેશી ઢોલ સાથેના ધબકારા અને જાણીતા નામ અને સિંગર કાજલ મહેરીયા સાથે ઉત્તરાયણની મોજ અને તેમના જ ઘરે અને તેમના સંપૂર્ણ ટિમ સાથે આજે ખાસ વાત કરી હતી. ઉતરાયણને લઈને મોજ લોકગાઈકા સાથે જોઈએ ખાસ વાતચીત એ પણ મહેસાણા ની ઉત્તરાયણ સાથે.

બીજી તરફ રાજકોટમાં પણ ગાયક કિર્તીદાન ગઢવીએ ઉત્તરાયણની મજા માણી હતી. કિર્તીદાન ગઢવીએ પરિવારજનો સાથે મળી પતંગબાજીની મજા લીધી હતી.

ઉત્તરાયણ સેનેટાઈઝર અને માસ્ક વિના ઉજવીએ તેવી શુભકામના

સાથે જ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ જીવરાજ પાર્ક સ્થિત નિવાસ સ્થાને ઉત્તરાયણની પર્વની ઉજવણી કરી હતી. સાંઇરામ દવેએ આવનારા વર્ષની ઉત્તરાયણ સેનેટાઈઝર અને માસ્ક વિના ઉજવીએ તેવી શુભકામના પાઠવી હતી. તો આ તરફ રાજકોટમાં પણ ગાયક કિર્તીદાન ગઢવીએ ઉત્તરાયણની મજા માણી. કિર્તીદાન ગઢવીએ પરિવારજનો સાથે મળી પતંગબાજીની મજા લીધી.

READ ALSO

Related posts

સરકારે લીધો મોટો નિર્ણય: હવે ખેડૂતોને મળશે વધારે કિંમત, આ પાક માટે વધારી 375 રૂપિયા MSP

Pravin Makwana

બાઈડેન સરકારનો મોટો નિર્ણય,અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સનાં કામને લઈને આપી મોટી રાહત

Mansi Patel

જો ભારતમાં લોકોને આટલા જ સમયની અંદર કોરોના વેક્સિન નહીં અપાય તો…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!