જાણો શરદ પૂનમ પર કેમ છે મહત્વ દૂધ પૌવાનું

આસો સુદ પૂનમ એટલે શરદ પૂનમ. શરદ પૂનમનું આ પુરાણો અને શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. શરદ પૂનમની રાત્રે ખૈલેયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે. તો ગરબાના આયોજનની સાથે દૂધ પૌવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ગરબા સાથે દૂધ પૌવાની પ્રથા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ. શરદ ઋતુમાં થતા રોગને અટકાવવા માટે સાકર વાળું દૂધ અને પૌવા ખાવા તથા પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવીએ એ પાછળ ચોક્કસ સાયન્સ છે.

જો કે યંગસ્ટર્સ સાદા પૌવાથી દૂર ભાગતા હોય છે. ત્યારે પરંપરા જાળવી રાખવા માટે બજારમાં અનેક પ્રકારની ફ્લેવરવાળા પૌવાનું વેચાણ થતું હોય છે. ઋતુ બદલાય એટલે હવામાન બદલાય અને તેની સાથે જીવનશૈલી પણ બદલવાની જરૂર પડે. આ વાત લોકો સરળતાથી માનતા ન હોવાથી આર્યુવેદ આચાર્યએ આરોગ્ય સાથે જોડી દીધો હોવાનું નિષ્ણાંતો કહી રહ્યા છે. હાલના આ દિવસોમાં આકરો તાપ અને રાત્રે ઠંડી પડે છે જેને કારણે પીતનો પ્રકોપ વધે એટલે બીમારી થતી હોય છે. આ પિત પ્રકોપને શાંત કરવા શરદ પૂનમનું મહત્વ આર્યુવેદમાં વધારવામાં આવ્યું છે. આ દિવસોમાં ઠંડા પહોરે પરસેવો થાય તેવી કસરત કરવાની હોય છે તેથી ગરબાનું મહત્વ કરાયું જ્યારે સાકર નાખેલા દૂધમાં પૌઆનું સેવન કરવાથી પિતનું સમન થાય છે અને અને શરીર સ્વસ્થ રહે છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter