વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ઉત્તરાણયને લીધે વહેલી સવારથી અનેક કાર્યક્રમોની વણઝાર જોવા મળી હતી. તેના લીધે મંદિરમાં ભાવિકોની જનમેદની પણ ઉમટી પડી હતી. મકરસંક્રાતી હોવાથી મંદિરમાં પૂજા, ગૌ પૂજન જેવા અનેક ધાર્મિક કાર્યો યોજાયા હતા. સોમનાથ મંદિરમાં સવારથી ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા કરવામા આવી હતી.
મંદિર પરિસરમાં લાવી ગૌપૂજન કરવામાં આવ્યું
સવારથી જ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળામાંથી ગાયો સોમનાથ મંદિર પરિસરમાં લાવી ગૌપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તલનો અભીષેક સોમનાથ મહાદેવને કરવામા આવેલ હતો. સોમનાથ ટ્રસ્ટ દ્રારા 100 જેટલી ગીર ગાયનું ગૌપાલન સેવા કરવા તેમજ ખૂડૂતોને ગૌપાલન કરવા પ્રોત્સાહન મળે તેવા આશયથી ગૌશાળા ચલાવવામા આવી રહી છે.
READ ALSO
- સરકારે લીધો મોટો નિર્ણય: હવે ખેડૂતોને મળશે વધારે કિંમત, આ પાક માટે વધારી 375 રૂપિયા MSP
- બાઈડેન સરકારનો મોટો નિર્ણય,અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સનાં કામને લઈને આપી મોટી રાહત
- જો ભારતમાં લોકોને આટલા જ સમયની અંદર કોરોના વેક્સિન નહીં અપાય તો…
- ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવાને લઈને કોંગ્રેસે આપી પ્રતિક્રિયા, સરકાર પર ઉઠાવ્યા સવાલ
- નવા કૃષિ કાયદાની અસર: જૂનાગઢ માર્કેટ યાર્ડની આવકમાં થઇ રહ્યો છે ધરખમ ઘટાડો, ખેડૂતો માટે તોળાતી આફત