GSTV
Home » News » ઉંઝામાં ઉમિયા માતાજી નગરચર્યા પર નિકળ્યા, લાખો ભક્તો રહ્યા હાજર

ઉંઝામાં ઉમિયા માતાજી નગરચર્યા પર નિકળ્યા, લાખો ભક્તો રહ્યા હાજર

કરોડો પાટીદારોના આસ્થાનું કેન્દ્ર અને તિર્થસ્થાન ઉંઝામાં ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વૈશાખ સુદ પુનમના શુભ દિવસે પરંપરાગત રીતે ઉમિયા માતાજી નગરચર્યા પર નિકળ્યા હતા. સવારે આઠ વાગે માતાજીની ભવ્ય યાત્રા નીકળી હતી. જેમાં લાખો પાટીદાર સહિત દરેક જ્ઞાતીના શ્રધ્ધાળુઓ જોડાયા હતા. મા ઉમિયાની પાલખી સાથે રાસગરબાની ટીમ, ભજન મંડળીઓ, વિવિધ ટેબ્લો આકર્ષણ રૂપ રહ્યાં હતાં. ભાવિકોને વહેંચવા માટે ૨પ૦૦ કિલો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો.

પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીની પરંપરાગત ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિકળી હતી. વૈશાખ સુદ પૂનમ ના દિવસે સવારે ઉંઝા ખાતેના મા કુળદેવી ઉમિયા માતાજીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. મા કુળદેવી ઉમિયા માતાજી ની ભવ્ય સવારી યાત્રા નગરચર્યા પર નિકળી હતી. મા ઉમિયાજી ની યાત્રા ઉંઝાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.

મોટી સંખ્યામાં બહેનોની સ્કુટર રેલી અને ધ્વજ રેલી હતી. વિવિધ થીમના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નાચહાન કરતી ટીમ અને સંગીત ની સુરાવલીઓ એ પન આકર્ષણ જમાવ્યું હતું. મા ઉમિયાજીનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરાયું હતું લાખો પાટીદારો સહિત તમામ સમાજના શ્રધ્ધાળુ ઓ માતાજીની નગર યાત્રામાં જોડાયા હતા.

READ ALSO

Related posts

સ્વીમિંગ પુલમાં રિલેક્સ જોવા મળી મોની રોય, બ્લૂ બિકિની લુકમાં મચાવી ધમાલ

Dharika Jansari

વધી રહી છે સરદાર સરોવર ડેમની સપાટી, 10 દિવસમાં મધ્યપ્રદેશ આટલા ક્યૂસેક પાણી છોડ્યું

Mayur

લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!