GSTV
Home » News » સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો બંને તહેવાર સાથે ઉજવવા, માર્કેટમાં અલગ રીતની જોવા મળી રાખડી

સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો બંને તહેવાર સાથે ઉજવવા, માર્કેટમાં અલગ રીતની જોવા મળી રાખડી

સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો તહેવાર એક સાથે દેશભરમાં ઉજવવામાં આવશે. અને લોકચર્ચાએ હજુ પણ જમ્મુ કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી આર્ટિકલ 370ની કલમ છે. ત્યારે આ ત્રણેય બાબતો અત્યારે રાખડી માર્કેટમાં પણ અલગ રીતે જોવા મળી રહી છે.

આ વર્ષે સ્વતંત્રતા દિવસ ખાસ છે. કારણ કે આજ દિવસે ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન પણ છે. ચાલુ વર્ષે આ બંને તહેવાર એકસાથે તો છે. પણ સાથે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35 a નાબૂદ થવાની ખુશી પણ જોવા મળી રહી છે. આ બન્ને આર્ટિકલ નાબૂદ કરતી પ્રતિકૃતિ વાળી ગોલ્ડ રાખડી માર્કેટમાં જોવા મળી રહી છે.

જેની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે. હાલ દેશભક્તિના રંગમાં રંગાયેલી આ ગોલ્ડ યુનિક રાખડીઓ જોઈ બહનો પણ ખૂબ જ ખુશ છે. દેશ અને ભાઈ પ્રત્યે જે પ્રેમ છે તે બન્ને એક જ દિવસે અને તે પણ રાખડીના માધ્યમથી બતાવવાનો ભાવ બહેનોમાં જોવા મળશે. 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધન આ બન્ને તહેવાર અખંડ પ્રેમનું પ્રતીક છે. બહેનો આ દિવસને યાદગાર બનાવવા માટે પોતાના વ્હાલસોયા વીરા માટે દેશભક્તિ વાળી ગોલ્ડ રાખડી ખરીદી રહી છે.

Read Also

Related posts

યુએસ પ્રમુખ ટ્રમ્પે H1B વિઝા નિયમો વધુ સખ્ત કર્યા, વધુ એક નિયમનો થયો ઉમેરો

pratik shah

ટ્રમ્પ ભારતની ધરતી પર ઉતરાણ કરે એ પહેલાં જ ભારતીયો માટે આવી ગયા માઠા સમાચાર

Mayur

મહાસત્તાની મિત્ર મોદી સાથે મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!