GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

હવે પંક્ચરની ઝંઝટમાથી મળશે છુટકારો, આ કંપનીએ બાઈક માટે લોન્ચ કર્યુ ‘પંક્ચર સેફ’ ટાયર!

વાહન ચાલકો માટે ડ્રાઈવિંગ માટે સૌથી વધારે ડર પૈંડાનુ પંક્ચર થઈ જવાનો હોય છે, ખાસ કરીને બે પૈંડાવાળા ચાલકો માટે આ મોટી મુશ્કેલી ઊભી કરી દે છે. કારણ કે, બે પૈંડાવાળા વાહનના ચાલકોની પાસે સ્ટેરની અથવા સ્પેયર વ્હીલ પણ નથી હોતા, પરંતુ હવે દેશની અગ્રણી ટાયર નિર્માતા કંપની CEATએ ભારતીય બજારમાં પંક્ચર સેફ ટાયરોને લોન્ચ કર્યા છે. આ ટાયર દરેક બાઈક્સની સાઈઝમાં ઉપલબ્ધ છે.

સીલેંટ ટેકનોલોજીનો પણ પ્રયોગ કરવામાં આવ્યો

કંપનીઓએ આ ટાયરને ‘પંક્ચર સેફ’ ટાયર નામ આપ્યુ છે અને કંપનીનો દાવો છે કે, આ ટાયર પંક્ચર નથી થતા. એટલે કે, વાહન ચાલ રોકાયા વગર પોતાની સફર પૂર્ણ કરી શકે છે. તે સિવાય તેમાં સીલેંટ ટેકનોલોજીનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેથી ટાયર ખુદ જ પંક્ચરવાળી જગ્યાને સીલ કરી લે છે અને ડ્રાઈવિંગ માટે તૈયાર રહે છે. આ ટાયર ખાસ રીતે સ્પેશિયલ બોક્સ પેકેજમાં આવે છે.

કેવી રીતે કામ કરે છે આ ટાયર

આ નવા ટ્યૂબલેસ ટાયર CEATની પેટેંડેડ સીલેંટ ટેકનોલોજીની સાથે આવે છે. જો ટાયરમાં કોઈ કીલ વગેરે લાગેલી હોય છે તો આ ટેકનિક ટાયરમાંથી હવા કાઢવાથી રોકે છે અને ચાલક રોકાયા વગર ડ્રાઈવ કરી શકે છે. કંપનીનો દાવો છે કે, આ સીલેંટ ટેકનોલોજી 2.5mm ડાયામીટર સુધીના છેદને સરળતાથી ભરી શકે છે અને ટાયરને પંક્ચર થવાથી રોકે છે.

ક્યાં મળશે આ ટાયર

સૌ પ્રથમ જણાવી દઈએ કે, કંપનીએ આ ટાયરોને 7 અલગ-અલગ સાઈઝમાં લોન્ચ કર્યા છે. જોકે, Heroથી લઈને Honda અને બજાજના અમુક મોડલ માટે જ ઉપલબ્ધ છે. કંપની સમયની સાથે પોતાની રેન્જમાં વિસ્તાર કરશે અને કોશિશ કરશે સતત વધારે પડતા મોડલોને માટે ટાયરોને તૈયાર કરવામાં આવશે. હાલમાં આ ટાયર દેશના કેટલાક શહેરોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. જેમાં કેરલ, બેંગલોર, મેસૂર અને તમિલનાડુમાં કોયમ્બતૂર અને સેલમ શહેરોમાં ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

PM સ્વનિધિ સ્કીમ માટે 5 લાખ લોકોએ અરજી કરી, તમે પણ કરવા માંગતા હો તો આ છે રીત

Mansi Patel

ફાયદો / કોઈપણ જાતની ઝંઝટ વિના નાના ઉદ્યોગકારોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરવાની રહેશે પ્રોસેસ

Karan

Life Insurance Policy અપાવશે સરળતાથી લોન, પેપરવર્કની ઝંઝટ વિના આ રીતે કરો અપ્લાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!