જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકે ફરી કર્યો યુદ્ધ વિરામનો ભંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરીવાર અવળચંડાઈ કરી. પાકિસ્તાને અહીં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને નિશાન બનાવી. મોડી રાત્રે કરવામાં આવેલા ફાયરિંગ બાદ ભારતે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

પાકિસ્તાને ભારતીય  સરદહમાં ગોળીબાર કર્યો જે બાદ મોર્ટારનો મારો પણ કર્યો હતો. જેથી ભારતીય સેનાએ મોરચો સંભાળ્યો અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે,પાકિસ્તાન સતત ભારતીય સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. ભારતમાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવા માટે સતત પાકિસ્તાન સીમા પર શાંતિ ડહોળવાનું કામ કરી રહ્યુ  છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter