GSTV
Home » News » પવિત્ર રમઝાન માસ દરમિયાન પણ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, એક જવાન શહીદ

પવિત્ર રમઝાન માસ દરમિયાન પણ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, એક જવાન શહીદ

પવિત્ર રમઝાન માસ દરમિયાન પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડતુ નથી અને ફરી એક વખત પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થયુ છે.

જમ્મુ કાશ્મીરના આર.એસ.પુરા સેક્ટરમાં એલઓસી પર રાત ભર પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું જેમાં બીએસએફના એક જવાન શહીદ થયા. એક જવાન સહિત ચાર લોકો ઘાયલ થયા.

પાકિસ્તાન તરફથી મોર્ટાર છોડીને બીએસએફ પોસ્ટ અને રહેણાંક વિસ્તારને ટાર્ગેટ કરાયા છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે.

જમ્મુ કાશ્મીરના અરણીયા, બિશ્નાહ અને આરએસપુરા સેક્ટરની એલઓસી તરફથી ત્રણ કિલોમીટરમાં આવતી સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે.

પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાજ આવવા માંગતું નથી. પાકિસ્તાન દ્વારા સતત સરહદે યુદ્ધવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરવાની હરકતો છાશવારે ચાલી રહી છે. પાકિસ્તાને ગુરુવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે.

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદે પણ આખી રાત્રિ દરમિયાન ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે. પાકિસ્તાને રહેણાંક વિસ્તારને પણ નિશાન બનાવ્યો છે અને પાકિસ્તાન દ્વારા કરાયેલા ફાયરિંગમાં ચાર નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા છે.

પાકિસ્તાન દ્વારા મોર્ટારથી બીએસએફની પોસ્ટ અને સિવિલિયન વિસ્તારોને નિશાન બનાવાઈ રહ્યા છે. ભારતીય સેના દ્વારા પણ વળતી કાર્યવાહી કરીને યોગ્ય જવાબ અપાઈ રહ્યો છે. અરનિયામાં લોકોને ઘરમાંથી બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરના અરનિયા, બિશ્નાહ અને આરએસપુરા વિસ્તારોમાં અંકુશ રેખાથી ત્રણ કિલોમીટરના અંતર સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના હાજિનમાં આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓ દ્વારા સેનાની પેટ્રોલિંગ કરી રહેલી ટુકડીને નિશાન બનાવવામાં આવી છે. બાંદીપોરામાં જવાનો પર ફાયરિંગ કરીને આતંકવાદીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. સુરક્ષાદળો દ્વારા આખા વિસ્તારની નાકાબંધી કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી મેના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગની હરકત કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પણ પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવ્યો હતો. કુપવાડાના કેરન સેક્ટરમાં એલઓસી પારથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગમાં રહેણાંક વિસ્તારોમાં સામાન્ય નાગરિકોને પણ નિશાન બનાવાયા હતા. પાકિસ્તાનની આ હરકતનો ભારત દ્વારા આકરો જવાબ આપવામાં આવ્યો છે. સેના તરફથી જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું છે.

Related posts

મેડિકલ સ્ટોર ભાડે આપતાં પહેલાં 100 વાર વિચારજો, સરકાર મારી દેશે દુકાનને તાળાં

Mansi Patel

પાકિસ્તાનના 2 એફ-16 લડાકુ વિમાનોએ ભારતના વિમાનને એક કલાક સુધી આંતર્યું, 120 યાત્રીઓ ફફડી ગયા

Mansi Patel

VIDEO : દિલ્હીમાં બન્યું એવું કે લોકો ગભરાઈ ગયા, એક યુવક સિંહના પાંજરામાં કૂદી સામે જઈ બેસી ગયો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!