GSTV

મોટા સમાચાર / મિકેનિકલ ફેલિયર નહીં, પરંતુ આ કારણે હેલિકોપ્ટર થયું હતું ક્રેશ, ભારતીય વાયુસેનાએ આપી જાણકારી

હેલિકોપ્ટર

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

ભારતીય વાયુસેનાએ જણાવ્યું છે કે જેમાં સીડીએસ જનરલ બિપિન રાવત સહિત 14 લોકોના જે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા હતા, એ કેસની પ્રાથમિક માહિતી સામે આવી છે. વાયુસેનાએ જણાવ્યું છે કે 8 ડિસેમ્બર 2021 ના રોજ Mi-17 V5 હેલિકોપ્ટર ક્રેશની ટ્રાઈ-સર્વિસ તપાસમાં તેના પ્રારંભિક પરિણામોમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ મિકેનિકલ ફેલિયર, તોડફોડ કે બેદરકારી નથી.

બિપિન રાવત

પ્રારંભિક પરિણામો મુજબ ઘાટીમાં હવામાનમાં અણધાર્યો પલટો આવ્યો હતો, જેના કારણે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. વાદળોને કારણે પાયલોટ મૂંઝવણમાં મુકાઈ ગયો અને હેલિકોપ્ટર કાબૂ બહાર જઈને જમીન પર અથડાયું. અકસ્માતનું સૌથી સંભવિત કારણ જાણવા માટે તપાસ ટીમે તમામ ઉપલબ્ધ સાક્ષીઓની પૂછપરછ કરી. આ સિવાય ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના તારણોના આધારે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ કેટલીક ભલામણો કરી છે જેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

હેલિકોપ્ટર નિયંત્રણમાં રહ્યા પછી પણ ક્રેશ થયું

એર ચીફ એર ચીફ માર્શલ વી આર ચૌધરી અને એર માર્શલ માનવેન્દ્ર સિંહની આગેવાની હેઠળની ટ્રાઈ-સર્વિસ તપાસ ટીમ દ્વારા અકસ્માત પાછળનું સત્તાવાર કારણ આપવામાં આવ્યું છે. 5 જાન્યુઆરીએ તેમણે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને તપાસના તારણો વિશે માહિતગાર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમિલનાડુના કુન્નુરમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે સંપૂર્ણપણે પાયલટના નિયંત્રણમાં હતું. પરંતુ વાદળોના કારણે તે તેના નિયંત્રણમાં હોવા છતાં ક્રેશ થયું. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન મુજબ આવા અકસ્માતોમાં પાઇલોટ અથવા ક્રૂ મેમ્બર જોખમથી અજાણ હોય છે.

8 ડિસેમ્બરે થયો હતો અકસ્માત

ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરે CDS રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને 12 અન્ય સેનાના જવાનો સુલુર એરબેઝથી વેલિંગ્ટન એરબેઝ માટે હેલિકોપ્ટરમાં સવાર થયા હતા. હેલિકોપ્ટર તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યું તેની થોડી મિનિટો પહેલાં, સુલુર એરબેઝ કંટ્રોલ રૂમનો હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો. તેના પછી હેલિકોપ્ટર ક્રેશ થયાની માહિતી સામે આવી હતી. અકસ્માત પહેલા સ્થાનિક લોકો દ્વારા રેકોર્ડ કરાયેલા હેલિકોપ્ટરના વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હેલિકોપ્ટર ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યું હતું અને વાદળની વચ્ચે હતું. દુર્ઘટનામાં બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહ અને ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ સહિત 13 અન્ય લોકોના મોત થયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!