GSTV
India News ટોપ સ્ટોરી

Big Breaking / કુન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનાં પત્નીનું નિધન, 13 લોકોના મૃતદેહ મળી આવ્યા

તામિલનાડુના કુન્નુરના જંગલમાં સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું. તેમા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત સેનાના 14 ઓફિસર સવાર હતા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતનાં પત્ની મધુલિકા રાવતનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 13 મૃતદેહ મળી આવ્યા છે. ડીએનએ ટેસ્ટ દ્વારા તેમની ઓળખ કરવામાં આવશે.

હેલિકોપ્ટર ક્રેશમાં 14માંથી 13ના મોત

તમિલનાડુના કુન્નૂર ખાતે બુધવારે બપોરના સમયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને લઈને જઈ રહેલું સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટના સમયે સીડીએસ બિપિન રાવત ઉપરાંત તેમના પત્ની અને સેનાના અન્ય અધિકારીઓ પણ તેમાં ઉપસ્થિત હતા. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર તમિલનાડુમાં મિલિટરી હેલિકોપ્ટર ક્રેશમાં સામેલ 14માંથી 13 જવાનોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ડીએનએ ટેસ્ટિંગ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

CDS બિપિન રાવત હોસ્પિટલમાં દાખલ

મળતી માહિતી મુજબ સીડીએસ જનરલ બિપિન રાવતને ઘટનાસ્થળેથી સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ વેલિંગ્ટનમાં ડિફેન્સ સ્ટાફ કૉલેજ જઈ રહ્યા હતા. CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં સવાર હતા જે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

હેલિકોપ્ટર ક્રેશ થયા પછી આગ લાગી ગઈ હતી. જેમાં અધિકારીઓ જીવતા ભડથું થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગમ્ખ્વાર અકસ્માતમાં અત્યાર સુધી 11 લોકોના મોત નિપજ્યા છે. મિલાન્દુના કુન્નુર નજીક ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા. એવું કહેવામાં આવે છે કે ધુમ્મસને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધીમાં 13 જેટલા મૃતદેહો મળી આવ્યા છે.

GSTV

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ

Karan

BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?

pratikshah

સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન

pratikshah
GSTV