GSTV

સેનાના અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા CDS રાવત, ત્રણેય સેનાઆેના આેપરેશનથી લઇને હથિયારોની ખરીદીના પ્રોજેક્ટ સામેલ

Last Updated on December 8, 2021 by pratik shah

CDS બિપિન રાવતના અકાળે નિધનથી સેનાના અનેક મહત્વના પ્રોજેક્ટ પ્રભાવિત થયા છે. વર્ષ 2020માં સીડીએસનો પદભાર ગ્રહણ કર્યા બાદથી જનરલ રાવત સેનાના ઈન્ટીગ્રેટેડ થિયેટર કમાન્ડરથી લઈને મોર્ડનાઈઝેશન અને સ્વદેશી ટેકનિક પર કામ કરી રહ્યાં હતા. તેઓ સેનામાં ભ્રષ્ટાચાર અને પ્રોજેક્ટ્સમાં ડિલે થવાની વાતને લઈને પણ અનેક વખત પોતાની નારાજગી જાહેર કરી ચુક્યા હતા. ત્યારે આવો જોઇએ સેનાના એ મહત્વના પ્રોજેક્ટ કે જેના પર સીડીએસ રાવત કામ કરી રહ્યા હતા.

ઈન્ટીગ્રેટેડ થિયેટર કમાન્ડની યોજના પર કામ

સેનાની ત્રણેય પાંખ આર્મી… નેવી અને એરફોર્સ વચ્ચે સારું સંકલન બની રહે તે માટે ઈન્ટીગ્રેટેડ થિયેટર કમાન્ડની યોજના પર કામ ચાલી રહ્યું છે… જેને લઈને 1 નવેમ્બરે સીડીએસ રાવતની અધ્યક્ષતામાં ત્રણેય સેનાઓના પ્રમુખો અને અન્ય અધિકારીઓની બેઠક મળી હતી… થિયેટર કમાન્ડ યુદ્ધના પ્રસંગે ત્રણેય સેનાઓ વચ્ચે યોગ્ય તાલમેળ બનાવી રાખવા માટે ઘણું ઉપયોગી છે… અહીંથી બનતી રણનીતિઓ મુજબ જ યુદ્ધ સાથે જોડાયેલાં દરેક નિર્ણયો લેવામાં આવે છે. હાલ દેશમાં લગભગ 15 લાખ સશક્ત સૈન્ય દળ છે. જેને સંગઠિત અને એકજૂટ કરવા માટે ઘણાં સમયથી થિયેટર કમાન્ડની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. હાલ 4 નવા થિયેટર કમાન્ડ બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.

આર્મીના પ્રોજેક્ટ્સમાં મોડું થવાને લઈને તેમજ ભ્રષ્ટાચાર સામે પણ કડક હતા

બિપિન રાવત આર્મીના પ્રોજેક્ટ્સમાં મોડું થવાને લઈને તેમજ ભ્રષ્ટાચાર સામે પણ કડક હતા. આ મુદ્દે તેમણે ત્રણેય સૈન્ય પ્રમુખને પત્ર પણ લખ્યા હતા. જેમાં સૈનિકો માટે રેસીડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં મોડું અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક પગલાં ઉઠાવવાના નિર્દેશ આપ્યા હતા… આ પત્રમાં ખાસ કરીને વિવાહિત આવાસ પરિયોજના (મેરિડ અકોમડેશન પ્રોજેક્ટ) અંતર્ગત કરવામાં આવેલા કાર્યોમાં ભ્રષ્ટાચાર પર ચર્ચા કરાઈ હતી. સીડીએસના આ પત્ર પછી સૈન્ય પ્રમુખોએ કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી હતી.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!