GSTV

રાજકોટ આંગડિયા પેઢીના લૂંટની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

રાજકોટ આંગડિયા પેઢીના 17 લાખ રૂપિયાની લૂંટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં લૂંટારૂઓ કેદ થઇ ગયા છે. લૂંટારું પૈકીનો એક લોધાવડ ચોક અને બીજો ત્રિકોણબાગ તરફ ભાગ્યા હોવાનું અનુમાન છે.

રાજકોટ પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને છારાનગર પોલીસને સીસીટીવી મોકલી આપ્યા છે. પોલીસને લૂંટારૂઓ ઈરાની ગેંગ અથવા છારા ગેંગના સભ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય રાજકોટ શહેરમાં ધોળા દિવસે 17 લાખ રૂપિયાની રોકડ રકમની દિલધડક લૂંટ ચલાવવામાં આવી હતી.

જૂના બસ સ્ટેશન પાસે રમેશ કાંતિલાલ નામની આંગડિયા પેઢીના કર્મચારીને પોલીસ હોવાની ઓળખ આપીને થેલો ચેક કરવાના બહાને ત્રણ શખસ  17 લાખ રૂપિયાની રકમ સાથેનો થેલો લઇને બાઇક પર નાસી ગયા હતાં. આ ઘાટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અને તપાસનો ધમધમાટ શરૂ કર્યું હતો.

READ ALSO

Related posts

અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂ દરમિયાન બીઆરટીએસ આટલા વાગ્યા સુધી જ ચાલુ રહેશે

Nilesh Jethva

ભાજપે ચૂંટણી જીતવા નાગરિકોના જીવ સાથે રમત રમી, નાઈટ કર્ફ્યુનો નિર્ણય હાસ્યાસ્પદ

Nilesh Jethva

રાજકોટમાં યોજાયું અનોખુ બેસણું, લોકોએ કારમાં બેસીને જ આપી સદગત આત્માને શ્રદ્ધાંજલિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!