GSTV
Home » News » દમણ : ફાયરીંગ વિથ મર્ડરના ચકચારી બનાવના સીસીટીવી ફુટેજ આવ્યા સામે

દમણ : ફાયરીંગ વિથ મર્ડરના ચકચારી બનાવના સીસીટીવી ફુટેજ આવ્યા સામે

દમણમાં બનેલી ફાયરીંગ વિથ મર્ડરની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં આરોપી ઘાતક હથિયારો સાથે દેખાય છે. પોલીસે આ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા દારુના બારમાં હુમલાખોરોએ અંધાધુંધ ફાયરિંગ કરતા બે યુવાનના મોત થયા હતા. દમણના ભંગારના ધંધાર્થી અને દમણના ભીમપોરમા રહેતા અજય પટેલ ઉર્ફે માંજરો અને ધીરુભાઇ નામના યુવાનો ડાભેલ વિસ્તારમાંથી પોતાની કારમાં પસાર થઇ રહ્યા હતા. તેઓ વિશાલ બાર પાસે પહોચ્યા તે દરમ્યાન તેમની કાર આગળ એક અન્ય કાર આવી હતી. અને અજય પટેલની કારને ટક્કર મારી કારમાં સવાર છ-સાત અજાણ્યા લોકોએ ફાયરીંગ કર્યુ હતું. જેનાથી બચવા બન્ને યુવાનો વિશાલ બારમાં દોડ્યા હતા. જ્યાં તેમની પાછળ આવેલા હત્યારાઓ આશરે છ રાઉન્ડ ફાયરીંગ કરી બન્ને યુવાનોને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. જુની અદાવતને લઇને આ હત્યા કરાઇ હોવાનું મનાઇ રહ્યુ છે. રવિવારની રાત્રે બનેલી આ ઘટનાથી દમણ સહીત વલસાડ જિલ્લામાં ચકચાર મચી હતી.

 

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi

સુરત અગ્નિકાંડ: કલાસિક સેન્ટરમાં દોસ્તોને બળતાં જોઈ વિદ્યાર્થીએ લીધો આ નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!