GSTV
Home » News » Viral : ચહેરા પર અંડરવેર પહેરીને ચોરે કરી ચોરી, CCTVમાં કેદ થયો મજેદાર Video

Viral : ચહેરા પર અંડરવેર પહેરીને ચોરે કરી ચોરી, CCTVમાં કેદ થયો મજેદાર Video

ટેક્સાસ પોલીસને એક એવા શખ્સની તલાશ છે જેણે ઓફિસને તહેસ-નહેસ કરી નાંખી. બુધવારે લિએન્ડર પોલીસે એક એવો સીસીટીવી ફુટેજ શેર કર્યો જે જોઇને સૌકોઇ દંગ રહી ગયા. એક ચોર ચોરી કરવા માટે બારી માંથી એક ઑફિસમાં ઘૂસે છે. પોતાનો ચહેરો છુપાવા માટે તેણે ચહેરા પર અંડરવેર પહેર્યુ હતું. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

જો કે સીસીટીવી ફુટેજ કેટલીક સેકેન્ડની જ છે. પરંતુ વિડિયોમાં જોઇ શકાય છે કે એક અજાણ્યો શખ્સ બિલ્ડિંગમાં જે સમયે દાખલ થાય છે તે સમયે તેણે ચહેરા પર અંડરવેર પહેરી હોય છે અને તે કેમેરા સામેથી પસાર થાય છે.

ફેસબુક પર આ વિડિયો શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આ વિડિયો લાખો લોકો જોઇ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે આવી ટોરી પહેલીવાર નથી થઇ. અગાઉ કન્યાકુમારીમાં પણ એક ચોરે પ્લાસ્ટિકની બેગ ચહેરા પર પહેરીને ચોરી કરી હતી. પરંતુ થોડા જ દિવસોમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

પીએમ મોદીએ પ્રધાનમંત્રી પદેથી આપ્યુ રાજીનામું

Arohi

ચૂંટણી પછી મોંઘવારીનો ડામ, અમૂલ બાદ મધર ડેરીએ દૂધનાં ભાવ વધારતા ચા બની કડવી

Riyaz Parmar

દોઢ વર્ષ પહેલાની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કોણ આરોપી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!