GSTV
India News ટોપ સ્ટોરી

ચીન સાથે વિવાદ બાદ પ્રધાનમંત્રી નિવાસે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મહત્વની બેઠક

ભારત અને ચીન વચ્ચે લદ્દાખના પૂર્વ હિસ્સામાં ચાલી રહેલા સંઘર્ષે 15-16 તારીખની મધરાતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ગલવાલ ખીણ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 15મે ની મોડી રાત્રે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો શહિદ થયા હતા.

પ્રધાનમંત્રી નિવાસસ્થાને સીસીએસની મહત્વપૂર્ણ બેઠક

ગલવાન ઘાટીમાં ચીન સાથેના તણાવ બાદ મોડી રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે સીસીએસની મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ તેમજ વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા. જે બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે મોડી રાત્રિ સુધી આગામી રણનીતિ મુદ્દે મંથન ચાલ્યું.

બિપીન રાવત અને ત્રણેય સેનાએ પ્રમુખો સાથે રાજનાથ સિંહની બેઠક

બીજી તરફ રાજનાથ સિંહે પણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને લશ્કરની ત્રણેય પાંખના પ્રમુખો સાથે એક પછી એક એમ બે બેઠકો યોજી. આ બેઠકોમાં એસ. જયશંકર પણ સામેલ રહ્યા.

રાહુલે કાર્ય હતા વાક્પ્રહાર

તો સમગ્ર મામલે આ પહેલા, રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે પીએમ મોદી ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે શું છુપાવી રહ્યા છે અને તેઓ મૌન કેમ છે.  વધુમાં રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ચીનની હિમ્મત કેવી રીતે થઇ કે તે ભારતીય જવાનોને મારી શકે. ભારતીય જમીન પચાવી પાડવાની ચીનની હિમ્મત કેવી રીતે ચાલી.

Related posts

આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી

Nakulsinh Gohil

અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું

Nakulsinh Gohil

અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો

Nakulsinh Gohil
GSTV