GSTV
Home » News » વોડાફોન આઇડિયા મર્જરઃપ્રતિસ્પર્ધા પંચે આપી વિલય સોદાને મંજૂરી

વોડાફોન આઇડિયા મર્જરઃપ્રતિસ્પર્ધા પંચે આપી વિલય સોદાને મંજૂરી

ભારતીય પ્રતિસ્પર્ધા પંચ (સીસીઆઇ)એ સોમવારે વધારે તપાસ વિના વોડાફઓન-આઇડિયાના વિલયને બિનશરતી મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીસીઆઇએ વોડાફોન તથા આઇડિયાને અનુમોદન પત્ર મોકલ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે વોટાફોન અને આઇડિયાને હવે જૂરી મંજૂરી માટે સેબીનો સંપર્ક કરવો પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિલયના બધા વિનિયામક અનુમોદન 6 મહિનાની અંદર થવાન શક્યતા છે. વોટાફોન તથા આઇડિયા બંનેએ આશ્વાસન આપ્યું છે કે તે સરકારને એ સકર્લ્સના સ્પેક્ર્ટમ પાછા આપશે જે જરૂરી છે. એનસીએલટી એ નક્કી કરશે કે વિલય ડીઓટી મર્જર એન્ડ એક્વિઝિશન દિશા નિર્દેશો પ્રમાણે છે.

માર્ચ મહિના દરમિયાન વોટાફોન તથા આઇડિયાએ 23 બિલિયન ડોલરમાં ઓપરેશન્સ મર્જર માટે ડીલ કરી હતી. તેમણે આ નિર્ણય એટલા માટે કર્યો જેથી તેઓ મળીને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની શકે. અને આમ કરવાથી તેઓ જિયોના કારણે ઉભા થયેલા પ્રાઇસ વોર સામે ઝઝૂમી શકે. આ સોદા માટે ભારતીય પ્રતિસ્પર્ધા પંચ અને અન્ય નિયામકીય મંજૂરીઓની રાહજોવાતી હતી.

આઇડિયા-વોડાફોન વિલયથી બધા બજારમાં વોડાફોન ઇન્ડિયાની સ્થિતિ મજબૂત હશે. છેલ્લા કેટલાક દિવસોના અહેવાલથી માનવામાં આવી રહ્યું હતું કે ગ્રાહક અને આવકના કારણે સૌથી મોટી કંપની બનીને સામે આવશે. આ મર્જર બાદ વોટાફોનનું ભારતમાં લિસ્ટિંગ સરળ થઈ જશે. આ ડીલ પછી નાણાકીય વર્ષ 2019 સુધીમાં વોડાફોનની આવકમાં 43 ટકા અને એરટેલના 33ટકા તથા જિયોના 13 ટકા માર્કેટ શેર થઈ જશે.

Related posts

તમારુ આધાર કાર્ડ તમને બનાવશે માલામાલ, આ રીતે ઘરેબેઠા કરો 30 હજારની કમાણી

Bansari

ગેસ સિલિન્ડર સાથે 50 લાખનો વીમો મળે છે એકદમ ફ્રી, એક ક્લિકે જાણો સમગ્ર પ્રક્રિયા

Bansari

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું દેવું ઘટાડવા કેટલોક હિસ્સો આ કંપનીઓને વેચે તેવી યોજના

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!