CBSE બોર્ડનો ગણિતના અઘરા પડતા પેપરને લઇને મોટો નિર્ણય, 2 પેપર લેવાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધો 10ના વિદ્યાર્થીઓ માટે ગણિતના વિષયની બે પરીક્ષા લેવામાં આવશે. આ માટેનો પરિપત્ર બોર્ડ દ્વારા પાઠવીને કહેવામાં આવ્યુ છે કે વિદ્યાર્થીઓને સૌથી વધારે અઘરા લાગતા ગણિત વિષયના પેપર માટેના તનાવને ઓછો કરવા માટે આ નિર્ણય લેવાયો છે.

10મા ધોરણમાં ગણિત બે લેવલે ભણાવવામાં આવશે

આ બદલાવના ભાગરુપે 2020થી 10મા ધોરણમાં ગણિત બે લેવલે ભણાવવામાં આવશે અને તેની પરીક્ષા પણ બે લેવલ પર કરાશે.જેમાં હાલનુ જે લેવલ છે તેને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ લેવલ કહેવાશે અને સહેલા લેવલને બેઝિક મેથેમેટિક્સ તરીકે ઓળખવામાં આવશે.
વિદ્યાર્થીઓ આ બેમાંથી કોઈ પણ એક લેવલ પસંદ કરી શકે છે અને તેના આધારે તેમને ધો.11માં પણ પ્રવેશ મળશે.વિદ્યાર્થીો ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં પસંદગી કરી શકશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter