GSTV

CBSEનો અભ્યાસક્રમ દાખલ કરવાના કારણે ઘટ્યુ રિઝલ્ટ, ભાષાના પેપરોમાં પણ નુકસાન

CBSE

Last Updated on June 10, 2020 by Arohi

આ વર્ષે ધો-10નું પરિણામ ઓછુ આવવાની સાથે એ-1 ગ્રેડમાં જે કડાકો બોલ્યો છે. તેને લઇને શિક્ષણવિદ્દો જણાવે છે કે આ વર્ષથી શિક્ષણ બોર્ડે એક તો એમસીકયુ કાઢી નાંખીને બધા જ પ્રશ્નોના જવાબો લખાવ્યા અને બીજુ મહત્વનું કારણ સીબીએસઇ પેર્ટન મુજબ સીલેબસ તૈયાર કર્યો છે. ધો-10 નું પરિણામ ઓછુ આવતા આ અંગે શિક્ષણવિદ મહેશ સયાણીએ કહ્યું કે, 2019 ના વર્ષ સુધી બોર્ડ દ્વારા પ્રશ્નપત્રમાં એમસીકયુ પુછાતા હતા.

૨૦૨૦ માં ધરખમ ફેરફારો

સાથે જ જે અભ્યાસક્રમ હતો. તે પણ ગુજરાતી માધ્યમનો હતો. બોર્ડે આ વર્ષ એટલેકે ૨૦૨૦ માં ધરખમ ફેરફારો કર્યા હતા. જેમાં એક તો એમસીકયુ કાઢી નાંખવામાં આવ્યા છે. અને સીબીએસઇનો અભ્યાસક્રમ સીધે સીધો લઇને ધો-10 માં ભણાવવાનું શરૂ કરતા ટકાવારી ઘટી છે. એમસીકયુ કાઢી નાંખતા 50 માર્કસમાં જવાબો પર ટીક કરવાને બદલે જવાબો લખવા પડયા તેમા સમય ઓછો પડયો.

ભાષાના પેપરોમાં પણ વિદ્યાર્થીઓને નુક્સાન

જેથી ભાષાના પેપરોમાં પણ વિદ્યાર્થીઓને નુક્સાન થયું છે. સાથે જ સીબીએસઇના જે અભ્યાસક્રમો બેઠા ને બેઠા જ ગુજરાતી અનુવાદ કરીને લેવાયા હતા. તેના કારણે પણ આ સીલેબસ લાંબો હોવાથી વિદ્યાર્થીઓને પરિણામમાં અને એ-1 ગ્રેડમાં મોટો ફટકો પડયો છે.

Read Also

Related posts

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah

‘વર્લ્ડ હેરિટેજ સિટી’માં જર્જરિત મકાનો બન્યા મોતના કૂવા, છેલ્લાં 18 માસમાં 75 ઘર ધરાશાયી અને 12 મોત

Dhruv Brahmbhatt

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!