GSTV

મોટા સમાચાર / CBSEએ 10મા અને 12મા માટે જારી કરી Minor Datesheet, જાણો શું છે માઇનર અને મેજર ડેટશીટમાં અંતર

CBSE

Last Updated on October 21, 2021 by Zainul Ansari

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે માઇનર સબ્જેક્ટની ડેટશીટ જાહેર કરી છે. જ્યારે ધોરણ 10ની મેજર સબ્જેક્ટની પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે માઇનર સબ્જેક્ટની બોર્ડ પરીક્ષા 17 નવેમ્બરથી શરૂ થશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પરીક્ષાઓ 1 ડિસેમ્બરથી શરૂ થશે, જ્યારે માઇનર પરીક્ષાઓ 16 નવેમ્બરથી લેવામાં આવશે. જે શાળાઓ માઇનોર પરીક્ષાઓ લેશે તેમના માટે પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા મોકલવામાં આવશે.

આ વર્ષે CBSE બે વખત પરીક્ષાનું આોજન કરશે. ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મ. માઇનર અને મેજર બંને વિષયોની પરીક્ષા બે વખત લેવામાં આવશે. જણાવી દઈએ કે દર વર્ષે 30 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપે છે. પ્રશ્નપત્રના ફોર્મેટમાં ફેરફારને કારણે વિદ્યાર્થીઓને આ વખતે પ્રશ્નપત્ર વાંચવા માટે 20 મિનિટનો સમય આપવામાં આવશે. અગાઉ સમય પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવતો હતો.

CBSE 12TH MINOR EXAM DATESHEET: અહીં કરો ચેક

 • 16 નવેમ્બર : આન્ટરપ્રિનિયોર, બ્યૂટી એન્ડ વેલનેસ
 • 17 નવેમ્બર : નાણાકીય બજારો, તબીબી નિદાન, કાપડ ડિઝાઇન, ટાઇપોગ્રાફી
 • 18 નવેમ્બર : માર્કેટિંગ
 • 20 નવેમ્બર : ફેશન સ્ટડી
 • 22 નવેમ્બર : યોગા, અર્લી ચાઇલ્ડહૂડ કેર, એઆઈ
 • 23 નવેમ્બર :ડાન્સ, વેબ એપ્લિકેશન, હોર્ટિકલ્ચર
 • 25 નવેમ્બર : લીગલ સ્ટડી, સંસ્કૃત
 • 26 નવેમ્બર : NCC, શૉટહેન્ડ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી
 • 27 નવેમ્બર : પંજાબી, બંગાળી, તમિલ, તેલુગુ, સિંધી, મરાઠી, ગુજરાતી, મણિપુરી, ઉડિયા, મલયાલમ, અરબી, તિબેટીયન, કન્નડ, આસામી, ફ્રેન્ચ, જર્મન, રશિયન, નેપાળી, લિંબુ, તેલુગુ, બોડ, તંગખિલ વગેરે
 • 29 નવેમ્બર : મ્યૂઝિક, કોસ્ટ અકાઉન્ટિંગ, શોર્ટહેન્ડ હિન્દી, ઓટોમેટિવ, હેલ્થકેયાન
 • 30 નવેમ્બર : ઉર્દૂ, સંસ્કૃત ઇલેક્ટિવ, નોલેજ ટ્રેક્શન, ફ્રન્ટ ઓફિસ, ઇન્શ્યોરન્સ, જીયોસ્પેશિયલ ટેક્નોલોજી, ટેક્સેશન, કાર્નેટિક મ્યુઝિક, મલ્ટીમીડિયા
 • 2 ડિસેમ્બર : ફૂ઼ડ પ્રોડક્શન, ઓફિસ પ્રોસેડ્યોર્સ, ડિઝાઇન
 • 3 ડિસેમ્બર : ઇન્ગ્લિશ ઇલેક્ટિવ
 • 4 ડિસેમ્બર : બિઝનેસ એડમિનિસ્ટ્રેશન
 • 6 ડિસેમ્બર : અપ્લાયડ મેથ્સ
 • 23 ડિસેમ્બર : ટૂરિઝ્મ, એર કન્ડિશનિંગ એન્ડ રેફ્રિજરેશન, સેલ્સમેનશિપ
 • 27 ડિસેમ્બર : પેન્ટિંગ, ગ્રાફિક, સ્કલ્પચર
 • 28 ડિસેમ્બર : બાયોટેક્નોલોજી, એન્જીનિયરિંગ ગ્રાફિક્સ, રિટેલ, બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી, લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ
 • 29 ડિસેમ્બર : ફૂડ ન્યૂટ્રીશન એન્ડ ડાયટેટિક્સ
 • 30 ડિસેમ્બર : એગ્રીકલ્ચર, માસકોમ્યુનિકેશન, માસ મીડિયા સ્ટડી

CBSE 10TH MINOR SUBJECT DATE SHEET: અહીં કરો ચેક

 • 17 નવેમ્બર : પેન્ટિંગ
 • 18 નવેમ્બર : રાઈ, ગુરુંગ, તમાંગ, શેરોઆ, થાઈ
 • 20 નવેમ્બર : ઉર્દૂ, પંજાબી, બંગાળી, તમિલ, તેલુગૂ, મરાઠી, ગુજરાતી, મણિપુરી, ઉર્દૂ બી
 • 22 નવેમ્બર : સંસ્કૃત
 • 23 નવેમ્બર : રિટેલિંગ સિક્યોરિટી, ઑટોમેટિવ, ઇન્ટ્રોડક્શન ટૂ ફાઇનેન્શિયલ માર્કેટ, ટૂરિઝ્મ, બ્યૂટી એન્ડ વેલનેસ, એગ્રીકલ્ચર, ફૂડ પ્રોડક્શન, ફ્ન્ટ ઓફિસ ઓપરેટર, બેન્કિંગ ઇન્શ્યોરન્સ, હેલ્થ કેર, મલ્ટી મીડિયા, AI, ફિઝિકલ એક્ટિવિટી ટ્રેનર
 • 25 નવેમ્બર : ઇન્ફોર્મેશન ટેક્નોલોજી
 • 27 નવેમ્બર : NCC, બોડો, તેલગૂ, જાપાની, મિઝો, કાશ્મીરી, તંગખુલ, ભુટિયા, બહાસા મેલાયુ
 • 29 નવેમ્બર : સિંધી, મલયાલમ, ઓરિયા, આસામી, કન્નડ
 • 1 ડિસેમ્બર : ભારતીય મ્યૂઝિક, એલિમેન્ટ્સ ઓફ બુકકીપિંગ
 • 6 ડિસેમ્બર : એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ
 • 7 ડિસેમ્બર : અરબી, તિબ્બતી, ફ્રેન્ચ, જર્મન, રશિયન, ફારસી, નેપાલી, લિંબુ, લેપ્સા, કર્ણાટક સંગીત
વિદ્યાર્થીઓ

માઇનર અને મેજર સબ્જેક્ટમાં અંતર

પ્રમુખ વિષય જેમ કે હિન્દી, ઇંગ્લિશ, મેથ્સ, વિજ્ઞાન વગેરે જેવા વિષયોને મેજર સબ્જેક્ટ કહેવામાં આવે છે. જ્યારે પ્રોફેશનલ અથવા સાઇડ સબ્જેક્ટ જેવા કે ફિઝિકલ એક્ટિવિટી, અન્ય ભાષાઓ, સંસ્કૃત વગેરે માઇનર વિષયોમાં સામેલ છે.

Read Also

Related posts

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!