GSTV

સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી CBSE Pre Board Exam અંગેની વાતો અફવા, જાણો શું છે વાસ્તવિકતા

કોરોના વાઈરસ સંક્રમણના કારણે શિક્ષણ ક્ષેત્રે ઘણી અસરો જોવા મળી છે. માર્ચ 2020થી જ તમામ સ્કૂલ અને કોલેજ બંધ છે. જોકે અમુક રાજ્ય સરકારોએ સ્કૂલ ખોલવાના આદેશ આપી દીધા છે. ડિજિટલ યુગમાં ઘણીવાર સાચા અને ખોટા સમાચારોની ઓળખ કરવી અમુકવાર મુશ્કેલ બને છે. પરીક્ષા અંગે સોશિયલ મીડિયા પર ઘણી ખોટી માહિતીઓ હાલ ફેલાવવામાં આવી રહી છે. અમુક સમાચાર એટલી હદે સાચા લાગે છે કે, ઘણીવાર મીડિયા રિપોર્ટ્સમાં પણ તેને સાચી માની લેવાય છે.

વાઈરલ થઈ રહ્યાં છે આ ફેક ન્યૂઝ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર CBSE બોર્ડ એક્ઝામની ડેટશીટ વાઈરલ કરવામા આવી રહી છે. આ અંગે સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ એક ફેક ન્યૂઝ છે. આ દરમિયાન બીજા એક સમાચાર પણ વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં CBSE Pre Board Exam પાસ કરવા પર જ સ્ટુડન્ટ્સને એડમિટ કાર્ડ આપવામા આવશે. વાસ્તવમાં ઈન્ટરનેટ પર શેર કરવામા આવતી માહિતી ખોટી છે. હાલ CBSE દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામા આવી નથી અને ના તો બોર્ડ તરફથી બીજો કોઈ આદેશ કરાયો છે. પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પરથી ફેક પોસ્ટ અંગે જાણ કરવામા આવી હતી.

2 વખત થશે પ્રી-બોર્ડ એક્ઝામ

CBSE આ વર્ષે 2 વખત પ્રી-બોર્ડ એક્ઝામનું આયોજન કરશે. અગાઉ પ્રી-બોર્ડ એક્ઝામનું આયોજન એક વાર જ કરાતું હતું અને હવે આ પરીક્ષાનું આયોજન વર્ષમાં 2 વખત કરવામા આવશે. વિદ્યાર્થીઓ માટે એક સલાહ આપવામા આવે છે કે, સોશિયલ મીડિયા પર વાઈરલ થતી કોઈપણ પોસ્ટને સાચી માનતા પહેલા જાતે CBSE ની વેબસાઈટ પર જઈ ચેક કરવું અથવા વિદ્યાર્થી પોતાની સ્કૂલનો પણ સંપર્ક કરી શકે છે.

READ ALSO

Related posts

કામના સમાચાર/ આ બેંકમાં સરળતાથી મેળવો 10 લાખની લોન, તમે પણ શરૂ કરી શકો છો વ્યવસાય

Sejal Vibhani

ભાજપ સાથે છેડો ફાડનાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ,પોલીસ અને ધર્મેન્દ્રના ટેકેદારો વચ્ચે થયું ઘર્ષણ: પોલીસે કર્યો બળપ્રયોગ

pratik shah

આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!