GSTV
Home » News » બુરખો, કડું અને કિરપાણ પહેરીને NEETની પરીક્ષા આપી શકાશે

બુરખો, કડું અને કિરપાણ પહેરીને NEETની પરીક્ષા આપી શકાશે

NEETની આવતા વર્ષની પરીક્ષાને લગતાં નવા નોટિફિકેશન જારી કરવામાં આવ્યાં છે. 2020માં યોજાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ બુરખો, કડું અને કિર્પાણ પહેરી શકશે. જોકે, એ માટે વિદ્યાર્થીઓએ કલાક પહેલાં પરીક્ષા કેન્દ્રમાં જાણ કરવાની રહેશે અને તેનું ચેકિંગ કરાવવાનું રહેશે.

નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટની આગામી પરીક્ષા માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. નવા નોટિફિકેશન પ્રમાણે વિદ્યાર્થીને બુરખો, કડું અને કિર્પાણ પહેરવાની છૂટ આપવામાં આવી છે.

જોકે, એ માટે એક્ઝામ સેન્ટરને ઓછામાં ઓછા એક કલાક પહેલાં જાણ કરવાની રહેશે અને તપાસમાં જરૂરી સહકાર આપવાનો રહેશે. પરીક્ષા કેન્દ્રમાં તપાસણી થયા બાદ વિદ્યાર્થીઓને આ ધાર્મિક પ્રતીકોની  છૂટ અપાશે.

અત્યારે પરીક્ષાનો સમય બપોરે બે લાગ્યાનો રાખવામાં આવ્યો છે અને ગેટ બંધ થવાનો સમય બપોરે 12.30નો રહેશે. ગેટ બંધ થવાના એક કલાક પહેલાં વિદ્યાર્થીએ બુરખો, હિઝાબ, કિરપાણ-કડાની જાણકારી આપવાની રહેશે.

નોટિફિકેશનમાં કહેવાયું હતું કે પરીક્ષાને લઈને ડ્રેસકોડ બહુ જ સખત છે, પરંતુ ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખીને જ આ છૂટછાટ આપવામાં આવી છે. જો મેડિકલ કારણથી કોઈ ડિવાઈસ પહેર્યું હશે કે શરીરની અંદર મૂકાયું હશે તો પણ તેની પરવાનગી લેવી પડશે. તેને લગતા સર્ટિફિકેટ બતાવવાના રહેશે.

પરીક્ષામાં એકને બદલે બીજો વિદ્યાર્થી ન બેસે તે માટે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની મદદ પણ લેવાશે. 11 ભાષામાં યોજાનારી આ પરીક્ષામાં તમામ પ્રકારની ગરબડો રોકવા માટે પૂરતી તૈયારી શરૂ કરવામાં આવી છે. ડોક્યુમેન્ટની બાબતમાં ઓનલાઈન સિસ્ટમની મદદથી ભારે સઘન ચકાસણી થશે.

Read Also

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!