GSTV

BIG NEWS: CBSE ધોરણ 10 અને 12ની ડેટશીટ જાહેર, આ વેબસાઈટ પરથી કરી શકશો ઓનલાઈન ડાઉનલોડ

વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તારીખ શીટની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં તેમની માટે એક સારા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા  ધોરણ 10 અને 12ની ડેટશીટ જાહેર કરાઈ છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર જઇને ડેટશીટ ચેક કરી શકશે.

સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021(CBSE Board Exams 2021) ની પરીક્ષા 4 મેથી 10 જૂન 2021 સુધી આયોજીત કરવામાં આવશે, જ્યારે પ્રેક્ટિકલની પરીક્ષાઓ 1લી માર્ચથી લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંક 31 ડિસેમ્બર 2020 ના રોજ કરી ચૂક્યાં છે.પરીક્ષા ઓફલાઇન લેખિત સ્થિતિમાં લેવામાં આવશે અને પેપરમાં 33 ટકા આંતરિક પસંદગીના પ્રશ્નો હશે. પરીક્ષાનો અભ્યાસક્રમ પણ ઘટાડીને 30 ટકા કરાયો છે. નિશંકે જણાવ્યું હતું કે શાળાઓ 1 માર્ચથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેશે. જો કે શાળાઓ રોગચાળાને કારણે શાળાઓ સંચાલન કરી શકતી ન હોય તો પ્રેક્ટિકલ પરીક્ષાઓનો વિકલ્પ હોઈ શકે છે. નિશાંકે જણાવ્યું હતું કે પરીક્ષાઓ કોરોના પ્રોટોકોલ અંતર્ગત લેવાશે જેમાં માસ્ક ફરજિયાત, હાથમાં સેનિટાઇઝર્સ વહન કરવું આવશ્યક રહેશે અને સામાજિક અંતર જાળવશે.

ઓફિશિયલ વેબસાઈટ પર ડેટશીટ જાહેર

બોર્ડ પરીક્ષાની ડેટશીટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.inથી ડેટશીટ ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાની તારીખો સિવાય ડેટશીટમાં બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ માટે અમલ કરવાના મહત્ત્વપૂર્ણ નિર્દેશ પણ જાહેર થશે. સંભાવના છે કે એપ્રિલમાં સીબીએસઇ એડમિટ કાર્ડ જાહેર કરશે. કોરોના મહામારીને જોતાં આ વર્ષે સિલેબસ ઘટાડી દેવાયો છે.  ગયા વર્ષ, સીબીએસઈએ જુલાઈમાં પરિણામો જાહેર કર્યા હતા. 91.46 ટકા છાત્રોએ 10મા ધોરણની પરીક્ષા પાસ કરી અને કુલ 88.78 ટકા છાત્રોએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી. કોરોનાને જોતા આ વર્ષની પરીક્ષા કોવિડ-19ના નિયમો અનુસાર આયોજિત કરવામાં આવશે. બધા છાત્રોએ માસ્ક પહેરવું જરૂરી છે. આ સાથે જ સોશિયલ ડિસ્ટંસીંગનું પાલન પણ કરવાનું રહેશે. તમામ નિયમો હેઠળ જ પરીક્ષાનું આયોજન કરાશે.

5 વાગે ડેટશીટ જાહેર કરવાની શિક્ષણમંત્રીએ કર્યું હતું TWEET

કેવી રીતે ડાઉનલોડ કરી શકશો એક્ઝામ ડેટશીટ?

  • સૌ પ્રહેલાં વિદ્યાર્થીઓએ સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર જવું પડશે.
  • વેબસાઇટના હોમ પેજ પર પહોંચતા, તમારે અપડેટ સેક્શન હેઠળની ડેટાશીટની લિંક પર ક્લિક કરવું પડશે.
  • ત્યાર બાદ વિદ્યાર્થીઓએ પોતાનો ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે.
  • આટલું કરતા જ ડેટશીટની PDF ફાઇલ ડાઉનલોડ થઇ જશે.
CBSE-exam

15 જુલાઇ સુધીમાં પરીક્ષાનું પરિણામ આવશે

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, ’10 અને 12ના પરિણામ 15 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ ઉપરાંત, થર્ડ પાર્ટી વેબસાઇટ જેમ કે, ઇન્ડિયા રિઝલ્ટ ડોટ કોમ પર પોતપોતાના પરિણામો ચકાસી શકશે.

READ ALSO

Related posts

બાલાકોટ એરસ્ટ્રાઈકના બે વર્ષ: વાયુસેનાએ આ રીતે બોલાવ્યો હતો આંતકીઓનો ખાત્મો, વીડિયો જાહેર કરી ઘટનાની યાદ અપાવી

Pravin Makwana

ડિજિટલ યુગ: દેશના પોલીસ અને ટ્રાફિક વિભાગને મળશે હાઈટેક ગિફ્ટ, અપરાધીઓ ચેતી જજો

Pritesh Mehta

ઐતિહાસિક ક્ષણ: સેટેલાઈટ સાથે જશે વડાપ્રધાન મોદીની આ તસ્વીર, કુલ 25,000 લોકોના નામ સાથે ભગવત ગીતા પણ જશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!