GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કોરોના સંકટમાં બાળકોને મોદી સરકારની મોટી ભેટ : CBSEના સિલેબસમાં 30 ટકાનો થશે ઘટાડો

કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં બધી સ્કૂલ માર્ચ મહિનાથી બંધ છે. સ્કૂલ લાંબા સમય સુધી બંધ રહેવાથી વિદ્યાર્થીના અભ્યાસ પર પણ ખૂબ જ નુકસાન પહોંચ્યુ છે, ત્યારે હવે CBSEના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર થઈ શકે છે. એચઆરડી પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSEના 9થી 12ના સુધારેલા અભ્યાસક્રમોની આજે જાહેરાત કરી છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT)માંથી અભ્યાસ કરનાર 22 રાજ્યમાં 2020-21 એકેમિક સત્ર માટે ધોરણ 9થી ધોરણ 12 સુધીના અભ્યાસક્રમમાં એક-તૃત્યાંશ જેટલો ઘટાડો કરી શકે છે. આ માટે NCERT અને CBSE બોર્ડના નિષ્ણાતોની એક સમિતિએ અભ્યાસક્રમમાં ઘટાડો કરવા અંગે એક મુસદ્દો તૈયાર કરી લીધો છે. શીખવાની સિધ્ધિના મહત્વને ધ્યાનમાં લઈને, મૂળ ખ્યાલોને જાળવી રાખીને 30% સુધીના અભ્યાસક્રમને તર્કસંગત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણયના અમલીકરણ પૂર્વે મેં સિલેબસફોર સ્ટુડેન્ટસ 2020 ના ઘટાડા અંગે તમામ શિક્ષણવિદોના સૂચનો પણ આમંત્રિત કર્યા હતા અને મને આનંદ છે તે શેર કરવા માટે અમને 1.5K કરતા વધુ સૂચનો મળ્યાં છે. જબરજસ્ત પ્રતિસાદ માટે નિશંકે લોકોનો આભાર પણ માન્યો છે.

અભ્યાસક્રમોનો ભાર ઘટાડવાની સલાહ

એચઆરડી પ્રધાનના જણાવ્યા મુજબ, આ વર્ષના 9થી 12 ના વર્ગોના CBSEના અભ્યાસક્રમમાં 30 ટકા તર્કસંગત બનાવાના ભાર મૂકાયો છે. મુખ્ય બાબતોને પ્રાધાન્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. નિશાંકે કહ્યું છે, આ નિર્ણય વિદ્યાર્થીઓ, શિક્ષકો, CBSE બોર્ડ અને અન્ય હોદ્દેદારો સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે. કેન્દ્રીય એચઆરડી મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે ટ્વિટ કર્યું છે કે, દેશ અને દુનિયામાં પ્રવર્તતી અસાધારણ પરિસ્થિતિને જોતા સીબીએસઇને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા અને 9 થી 12ના વર્ગના અભ્યાસક્રમોનો ભાર ઘટાડવાની સલાહ આપવામાં આવી હતી. સાથે જ બોર્ડે નવા સિલેબસની જાણકારી cisce.org પર આપી છે. બોર્ડે સ્કૂલને પણ કહ્યુ છે કે, વિદ્યાર્થીઓને આ સિલેબસના હિસાબથી જ અભ્યાસ કરાવવામાં આવે.

અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો

તેમણે ઉમેર્યું હતું કે, શીખવાની ઉપલબ્ધિના મહત્વને ધ્યાનમાં લઈને, મૂળ ખ્યાલોને જાળવી રાખીને 30% સુધીના અભ્યાસક્રમને તર્કસંગત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા મહિને, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ રોગચાળાને કારણે થતા નુકસાન માટે તમામ ગ્રેડના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો હતો. 16 માર્ચથી દેશભરની યુનિવર્સિટીઓ અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે જ્યારે કેન્દ્ર સરકારે COVID-19 ફાટી નીકળવાના એક પગલા તરીકે દેશવ્યાપી શાળાઓ બંધ કરવાની જાહેરાત કરાઈ છે. 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી જે બીજા દિવસે અમલમાં આવી હતી. અત્યારસુધી સ્કૂલો ખોલવાની સરકારે મંજૂરી આપી નથી.

CBSE છાત્રોને મોદી સરકારે મોટી રાહત આપી

ઉલ્લેખનીય છે કે, દેશ અને દુનિયામાં કોરોનાની મહામારી વચ્ચે બાળકોનો અભ્યાસક્રમ પણ પ્રભાવિત થયો છે. આ કોરોનાકાળમાં CBSE છાત્રોને મોદી સરકારે મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે મુખ્ય વિષયોને જાળવી રાખી સ્કૂલ સિલેબસને 30 ટકા ઓછો કરી નાખ્યો છે. ગયા સપ્તાહે કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)એ આગામી એકેડમિક સેશનમાં ધોરણ 10-12ના તમામ મુખ્ય વિષયોના અભ્યાસક્રમને 25 ટકા સુધી ઘટાડવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ધોરણ 8 માટે CBSE શાળાને જાતે જ અભ્યાસક્રમ તૈયાર કરવા કહેવામાં આવ્યુ હતું.

READ ALSO

Related posts

દેશમાં કોરોનાથી 13 દિવસમાં 10,551 મોત : મોદી સરકાર કહે છે હજુ સ્થિતિ વિશ્વ કરતાં બહેર, આ છે આંકડાઓ

Mansi Patel

આ કેસ ચાલ્યો તો ફેસબુકનું દેવાળું નીકળી જશે, 500 અબજ ડોલરનો થયો અહીં દાવો

Mansi Patel

આત્મહત્યા કરવા નદીમાં કુદેલા વ્યક્તિને બચાવવા ગયેલી રેસ્ક્યુ ટીમે કર્યો અજીબ સવાલ, ‘ભાઈ તને Corona તો નથી ને…’

Arohi
Do NOT follow this link or you will be banned from the site!