GSTV

મોટા સમાચાર: CBSEએ જાહેર કર્યો CTET પરીક્ષાનો કાર્યક્રમ, સમગ્ર દેશમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે આ કસોટી

Last Updated on September 18, 2021 by Pravin Makwana

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET)ની 15માં એડિશનની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. બોર્ડે જાણકારી આપી છે કે, કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ 16 ડિસેમ્બરથી 13 જાનયુઆરી સુધી આયોજીત કરવામાં આવશે. એક્ઝામની ચોક્કસ વિગતો અને તારીખો ઉમેદવારોના એડમિટ કાર્ડ પર આપવામાં આવશે. પરીક્ષા સમગ્ર દેશમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે.

CBSE દર વર્ષે સરકારી સ્કૂલોમાં શિક્ષકોની યોગ્યતા પરીક્ષા CTET નું આયોજન ઓફલાઇન મોડમાં કરે છે. આ વર્ષથી પરીક્ષાના મોડમાં ફેરફાર કરતા તેને ઓનલાઇ આયોજિત કરવામાં આવશે. ઉમેદવારોએ COVID-19 ની ગાઇડલાઇન સાથે પરીક્ષા આપવાની રહેશે. બોર્ડનું કહેવું છે કે, ઓનલાઇન પરીક્ષા આયોજિત થવાની પ્રક્રિયામાં તેજી આવશે.

બોર્ડએ CTET એક્ઝામના વર્તમાન સિલેબસ અને પેટર્નમાં પણ ફેરફાર કર્યો છે. પ્રશ્નપત્રોને વાસ્તવિક જ્ઞાન અને અધિક વૈચારિક સમજ, સમસ્યા-સમાધાન, તર્ક અને મહત્વપૂર્ણ વિચારની આકારણી કરવા માટે તૈયાર કરવામાં આવશે. બોર્ડએ 30 જુલાઇના રોજ નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે, પરીક્ષા ડિસેમ્બર 2021 થી જાન્યુઆરી 2022 સુધી આયોજિત થશે. પરીક્ષાની તારીખો હવે જાહેર થઇ ગઇ છે.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!