GSTV

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: CBSE ધોરણ 10નું પરિણામ આજે 12 વાગ્યે જાહેર કરશે, આ રીતે જોઈ શકાશે રિઝલ્ટ

Last Updated on August 3, 2021 by Pravin Makwana

છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે હાલ મોટા સમાચાર આવ્યા છે. સીબીએસઈ ધોરણ 10નું પરિણામ આજે બપોરે 12 કલાકે જાહેર કરશે. આ લેટેસ્ટ અપડેટ હાલમાં જ આવી છે.

જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી છે તેઓ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જઈને પોતાનું પરિણામ (CBSE 10th Board Result 2021) ચકાસી શકે છે.

CBSEના 12માં ધોરણની પરીક્ષાનું પરીણામ જાહેર થયા પછી હવે 10મા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવા જઈ રહ્યું છે. 10માં ધોરણના વિદ્યાર્થીઓ લાંબા સમયથી પરીણામની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. CBSEના 10માં ધોરણનું રિઝલ્ટ (CBSE 10th Result 2021) આજે જાહેર કરવા જઈ રહ્યું છે. રિઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર જઈને તમે પરીણામ જોઈ શકો છો. જોકે તેના માટે તમારે સાચી જાણકારી ભરવી પડશે.

પરીક્ષા

કોરોના વાયરસના કારણે ધોરણ-10 અને 12માની પરીક્ષાઓ રદ

કોરોના વાયરસના કારણે ધોરણ-10 અને 12માની પરીક્ષાઓ રદ કરવી પડી હતી. આ કારણે વિદ્યાર્થીઓનો રોલ નંબર વાળા એડમિટ કાર્ડ મળી ના શક્યા. જો કે રિઝલ્ટ ચેક કરવા માટે રોલ નંબરની જરૂરીયાત પડશે. આ માટે રિઝલ્ટથઈ પહેલા પોતાના રોલ નંબર જાણવા માટે CBSEએ પોતાની વેબસાઈટ પર લિંક એક્ટીવ કરીદીધી છે. જ્યાં જઈને તમે તમારા પોતાના રોલ નંબર જોઈ શકો છો. વિદ્યાર્થીઓ આ રીતે રોલ નંબર ચેક કરી શકો છો.

માર્ક્સની ગણતરી, આવી રીતે બન્યા છે રિઝલ્ટ

ઈંટરનલ અસેસમેંટ માટે 20 પોઈન્ટ હશે. 10 અંક પીરિયોડિક તથા યૂનિક ટેસ્ટથી થશે. 30 અંક અર્ધવાર્ષિક/મિડ ટર્મ પરીક્ષા માટે વહેંચવામાં આવ્યા છે. બાકીના 40 અંક પ્રી બોર્ડ પરીક્ષાના રહેશે. ઉપરોક્ત પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના પરફોર્મેંસના આધારે તેમને માર્ક્સ આપવામાં આવશે અને તેમનું ફાઈનલ રિઝલ્ટ બન્યા છે.

આ સ્ટેપ્સ સાથે ડાઉનલોડ કરો રોલ નંબર

  • સૌથી પહેલા CBSEની વેબલાઈટ cbse.gov.in પર જાઓ
  • ત્યાં રોલ નંબર ફાઈન્ડર-2021 ROLL NO. Finder-2021) પર ક્લિક કરો
  • ત્યાર પછી સર્વર-1 અથવા સર્વર-2 (SERVER-1 or SERVER-2) પર કોઈપણ બટન પર ક્લિક કરો
  • આગળની ટેબમાં Continue બટન પર ક્લિક કરો
  • 10મી અને 12મી ક્લાસમાંથી 10મું ધોરણ પસંદ કરો

નીચે પૂછવામાં આવેલી જાણકારી, જેમકે નામ, પિતાનું નામ, માતાનું નામ અને જન્મતારીખી સારી રીતે ભરો

CBSE

આ સ્ટેપ્સથી જોઈ શકશો તમારું રિઝલ્ટ

સૌથી પહેલા બોર્ડની અધિકૃત વેબસાઈટ cbse.gov.in અથવા cbseresults.nic.in પર જશો.

  • રિઝલ્ટની લિંક પર ક્લિક કરો
  • તમામ માહિતી ભરો જેમકે રોલ નંબર અને બર્ડે તારીખ
  • તમારું રિઝલ્ટ સ્ક્રિન પર હશે
  • રિઝલ્ટ ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ આઉટ નિકાળી લો

CBSEની વેબસાઈટની ડાયરેક્ટ લિન્ક

રોલ નંબર ડાઉનલોડ કરવા માટે CBSEએ પોતાની વેબસાઈટ cbse.gov.in પર લિન્ક આપી છે. જેના પર જઈને ક્લિક કરવા પર એક અલગ વિન્ડો ખુલશે. જેમાં તમને સર્વર-1 અથવા સર્વર-2 પૂછવામાં આવશે. કોઈના પર ક્લિક કરવા પછી રોલ નંબર ફાઈન્ડર (Roll Number Finder -2021)ની લિન્ક દેખાશે. તેના પર ક્લિક કરવા પર રોલ નંબરની જાણકારી વાળી વિન્ડો ખુલશે. આ વિન્ડોમાં માંગવાવળી જાણકારી ભર્યા પછી, પોતાનો રોલ નંબર જોઈવે તેને ડાઉનલોડ કરી શકો છો.

READ ALSO

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!