GSTV

મોટા સમાચાર / આ દિવસે જાહેર થઇ શકે છે 10મા અને 12માના પરિણામ, CBSEએ જાહેર કરી ડેડલાઇન

Last Updated on July 20, 2021 by Zainul Ansari

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તરફથી ધોરણ 10 અને 12માના પરિણામ તૈયાર કરવાની ડેડલાઇન જાહેર કરી છે. CBSEએ 22 જુલાઈ સુધી પરિણામ તૈયાર કરવાની ડેડલાઇનને લઇ નવી નોટિસ જારી કરી છે.

CBSE ધોરણ 10 અને 12ના પરિણામો તૈયાર કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2021 છે. CBSEએ જણાવ્યું કે સ્કૂલોને પણ ધ્યાન રાખવું જોઈએ કે સીબીએસઈની તમામ પ્રાદેશિક કચેરીઓ બકરી ઈદ એટલે કે 21 જુલાઇએ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રહે, જેથી પરિણામની કામગીરી છેલ્લી તારીખ સુધીમાં પૂર્ણ કરી શકાય અને શાળાઓને મદદ મળે. CBSEને તેના કાર્યક્રમ મુજબ 20મી જુલાઈ સુધીમાં 10મા બોર્ડનું પરિણામ જાહેર કરવાનું હતું. જોકે હવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 10મા પરિણામ જાહેર કરવામાં હજી થોડા દિવસોનો સમય લાગશે.

પરીક્ષા નિયંત્રકે આપી જાણકારી

CBSEનાપરીક્ષ નિયંત્રક (પટના) સંયમ મેનૂ ભારદ્વાજે જણાવ્યું હતું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે 12માનાં પરિણામ નક્કી કરેલા સમય પર કરી શકીશું. આ પ્રક્રિયામાં સ્કૂલોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણકે આ રીતે પ્રથમ વખત પરિણામ (CBSE Board Result 2021) ની તૈયારી ચાલી રહી છે. સીબીએસઇ તમામ શાળાઓને બેસ્ટ સર્વિસ આપવા માટે પ્રતિબદ્ધ છે. સીબીએસઇ બોર્ડ 10માના પરિણામ 2021ના ચેક કરવા માટે તામરે તમારો જરૂરી રોલ નંબરની જાણકારી માટે પોતાની સંબધિત શાળાનો સંપર્ક કરવો. તમને જણાવી દઈએ કે CBSE Board દ્વારા સ્કૂલના એકીકૃત મૂલ્યાંકન માટે એલઓસી જાહેર કરતા સમયેમંજૂરી આપવામાં આવી હતી.

રિઝલ્ટ આવી રીતે કરો ચેક

  1. રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલા CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર જાવ
  2. રિઝલ્ટ ટેબ પર ક્લિક કરો
  3. એક નવું પેજ ખુલશે CBSE પરીક્ષા પરિણામ
  4. CBSE ધોરણ 10ના પરિણામ અને CBSE ધોરણ 12 પરિણામની લિંક પર ક્લિક કરો
  5. રોલ નંબર, સેન્ટર નંબર અને એડમિટ કાર્ડ આઈડી નોંધો
  6. સબમિટ વિકલ્પ પર ક્લિક કરો
  7. તમારુ પરિણામ સ્ક્રીન પર દેખાશે
  8. તેને ડાઉનલોડ કરી લો, ભવિષ્ય માટે કામ આવશે

Read Also

Related posts

IT Act 66Aને લઈને સુપ્રીમ કોર્ટની લાલ આંખ, રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને હાઇકોર્ટ રજિસ્ટ્રારોને નોટિસ મોકલી કર્યા આદેશ

Pritesh Mehta

મોટા સમાચાર / સરકારી બેંકોને મર્જ કરવા મામલે સરકારનું મોટું નિવેદન, નાણાંમંત્રીએ સંસદમાં આપી આ જાણકારી

Dhruv Brahmbhatt

Tokyo Olympics મહિલા હોકીમાં આ પાંચ ધાકડ છોરીઓના દમ પર ભારતે રચ્યો ઈતિહાસ, જાણો કેવી રીતે થયો ચમત્કાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!