પેપર લીકની અફનાને સીબીએસઈએ ફગાવી છે. સીબીએસઈએ કહ્યુ કે, પેપર લીકની અફવા ફેલાવનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ સીબીએસઈ દ્વારા લેવામાં આવતી ધોરણ 12ની પરિક્ષાનું પેપર લીક થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ધોરણ 12નું એકાઉન્ટનું પેપર લીક થતા ખળભળાટ મચી ગયો હતો. જે અંગેની માહિતી દિલ્હીના શિક્ષણ પ્રધાન અને નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાએ આપી હતી. મનીષ સિસોદિયાએ કહ્યુ હતુ કે, સીબીએસઈનું પેપર મોડી રાત્રીથી સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. પેપર લીક કરનાર દોષી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે..આજના પપેરમાં જે સવાલ પૂછાયા એ તમામ સવાલ લીક થયેલા પેપરમાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ લીક થયેલા પેપરનો સેટ વોટ્સએપ પર વાયરલ થયો છે. ત્યારે આ મામલે મનીષ સિસોદિયાએ તપાસની માગ કરી હતી.