GSTV
India News ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર: આજે 2 વાગ્યે જાહેર થશે CBSE ધોરણ 12નું પરિણામ, આટલી વેબસાઈટ પર ચેક કરી શકશો રિઝલ્ટ

સીબીએસઈએ ધોરણ 12 બોર્ડના પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. 12 નું પરિણામ આજે 2 વાગ્યે જાહેર કરશે.

સુપ્રીમ કોર્ટે 31 જૂલાઈ સુધી રિઝલ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ હિસાબે સીબીએસઈ એક દમ યોગ્ય સમયે રિઝલ્ટ જાહેર કરવા જઈ રહ્યા છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન 10મા, 11માં ધોરણમાં મેળવેલા અંક અને પ્રી બોર્ડ પરીક્ષાઓના આધાર પર મૂલ્યાંકન કરવામાં આવશે. 30 ટકા માર્ક્સ બોડની પરીક્ષા પર આધાર, આગામી 30 ટકા ધોરણ 11ના માર્ક્સ અને 40 ટકા અંક ધોરણ 12ની યુનિટ પરીક્ષા, મધ્ય ટર્મ અને પ્રી બોર્ડ પરીક્ષાઓના આધાર પર આપવામાં આવશે.

આ વેબસાઈટો પર ચેક કરી શકાશે રિઝલ્ટ

cbse.nic.in
cbseresults.nic.in
indiaresults.com
Examresults.net

સીબીએસઇ

CBSE 12th Result 2021- આ સ્ટેપથી ચેક કરી શકશો રિઝલ્ટ

સ્ટેપ 1- વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઈટ cbseresults.nic.in જવાનું રહેશે
સ્ટેપ 2- વેબસાઈટ પર આપેલા 12ના રિઝલ્ટ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 3- ત્યાં માગેલી વિગતો ભરો
સ્ટેપ 4- આપનું રિઝલ્ટ સ્ક્રિન પર દેખાશે.
સ્ટેપ 5- હવે તેને ચેક કરો.

વિદ્યાર્થીઓ આટલી બાબતોનું રાખે ધ્યાન

  • સીબીએસઈ 12નું રિઝલ્ટ 2021, માર્કશિટ અને પ્રમાણ પત્ર ફક્ત સત્તાવાર વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરો.
  • માર્કશિટમાં આપવામાં આવેલી જાણકારી યોગ્ય રીતે ચકાસો, જેમાં કોઈ ખામી હોય કે ભૂલ હોય તો તુરંત શાળાનો સંપર્ક કરો.
  • આપનું રિઝલ્ટ ફક્ત પોતાના ડિવાઈસ પર જ ચેક કરો. પોતાનું લોગીન આઈડી અન્ય લોકો સાથે શેર ન કરો. ભવિષ્યના ઉપયોગ માટે રિઝલ્ટની એક પ્રિન્ટ કોપી કાઢી સંભાળી રાખો.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં જ 10માં અને 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સત્ર 2021નું પરિણામ જાહેર કરશે. પરિણામની જાહેરાત કરતા પહેલા ધોરણ 10 અને 12 માટે સીબીએસઈએ રોલ નંબર ફાઈંડર લોન્ચ કર્યુ છે. આ લિંક cbse.gov.in પર સક્રિય છે. આ લિંકનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પોતાની વ્યક્તિગત જાણકારી જેમ કે માતા-પિતાનું નામ શેર કરી પોતાનું કોલ નંબર મેળવી શકે છે.

પરીક્ષા

ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ તેમના રોલ નંબર મેળવવા માટે તેમના માતા અને પિતાનું નામ અને તેમની જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. ધોરણ 12 માટે, વિદ્યાર્થીઓને તેમના માતાપિતાના નામ તેમજ તેમના શાળાના કોડની જરૂર પડશે. તેમજ વિદ્યાર્થીઓ તેમની સંબંધિત શાળામાં ફોન કરીને તેમનો કોડ ચકાસી શકે છે.

CBSE ધોરણ 10 નો રોલ નંબર કેવી રીતે તપાસવો –

  • CBSE વર્ગ 10 માં રોલ નંબર ફાઇન્ડર 2021 લિંક પર જાઓ અને વર્ગ 10 પસંદ કરો.
  • નવી વિંડો પર, તમારું નામ, તમારા માતાપિતાનું નામ અને તમારી જન્મ તારીખ DD/MM/YYYY ફોર્મેટમાં લખો.
  • સર્ચ બાર પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર સ્ક્રીન પર દેખાશે.

CBSE 12 ના રોલ નંબર કેવી રીતે તપાસો –

  • CBSE વર્ગ 12 રોલ નંબર ફાઇન્ડર 2021 લિંક પર જાઓ.
  • નવી વિંડો પર, તમારું નામ, તમારા માતાનું નામ, તમારા પિતાનું નામ અને શાળા કોડ દાખલ કરો
  • સર્ચ બાર પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર સ્ક્રીન પર દેખાશે.

સીબીએસઈનું 10 નું પરિણામ આવતીકાલે જાહેર થવાની સંભાવના છે અને સીબીએસઈ 12નું પરિણામ આજે બપોરે 2 કલાકે જાહેર કરશે. જોકે ધોરણ 10 ના પરિણામમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ 12 માનું પરિણામ આજે આવી જશે.

READ ALSO

Related posts

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી

Nelson Parmar

BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા

Hardik Hingu

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar
GSTV