GSTV

CBSE 12th Practical Exam 2021 : CBSEએ જાહેર કરી ધોરણ 12 ની પ્રેક્ટિલ પરીક્ષાની તારીખો, નોંધી લો આ સમગ્ર વિગતો

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શનિવારના રોજ 12 માં ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. સીબીએસઈ 12માંની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધીમાં લેશે. સીબીએસઈએ કહ્યુ હતું કે, આ તારીખો સંભવિત છે. સાથે જ તારીખની સૂચના મળ્યા બાદ અલગથી તેને જાહેર કરવામાં આવશે. બોર્ડે આ પરીક્ષાના આયોજનને લઈને અલગથી એસઓપી પણ જાહેર કરી છે. બોર્ડે કહ્યુ હતું કે, પ્રેક્ટિકલ એક્ઝામ માટે સ્કૂલોને અલગથી તારીખો મોકલવામાં આવશે. બોર્ડ તરફથી એક ઓબ્ઝર્વર નિમણૂંક કરવામાં આવશે, જે પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ મૂલ્યાંકન પર નજર રાખશે.

ગત વર્ષની માફક પ્રેક્ટિકલ પરીક્ષામાં ઈંટર્નલ અને એક્સર્નલ બંનેમાં એક્ઝામિનર રહેશે. શાળાઓની આ જવાબદારી રહેશે કે, સીબીએસઈ બોર્ડ દ્વારા નિમણૂંક કરેલા એક્સટર્નલ એક્ઝામિનર દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા કરાવામા આવે.

મૂલ્યાંકન ખતમ થયા બાદ સ્કૂલોને બોર્ડ દ્વારા ઉપલબ્ધ કરાવામાં આવેલી લિંક પર માર્ક્સ અપલોડ કરવાના રહેશે. પ્રેક્ટિકલ એક્ઝામ અને પ્રોજેક્ટ મૂલ્યાંકનનું કામ સંબંધિત સ્કૂલોમાં જ ચલાવામાં આવશે.

શાળાઓએ એપ્લિકેશન પર નાખવો પડશે પ્રેકટિકલ એગ્ઝામનો ફોટો

બધી શાળાઓને એક એપ્લિકેશન લિંક આપવામાં આવશે, જેના પર તેઓને પ્રેકટિકલ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના દરેક બેચના ગૃપ ફોટો અપલોડ કરવો પડશે. ગૃપ ફોટામાં પ્રેકટિકલ પરીક્ષા આપનાર બેન્ચના બધા વિદ્યાર્થી, એક્સટર્નલ, ઈન્ટરનલ પરીક્ષાર્થી અને નિરીક્ષકો હશે. ફોટામાં દરેકનો ચહેરો સ્પષ્ટ દેખાવો જોઈએ.

ડેટશીટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે

સીબીએસઈના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ શુક્રવારે કહ્યું હતું કે, 10 અને વર્ગ 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે અને આ માટેનું શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે. સીબીએસઇ આ માટેની યોજના બનાવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ બહાર આવશે કે પરીક્ષાનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે. ત્રિપાઠીનું નિવેદન કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષાઓ રદ અથવા મુલતવી રાખવાની માંગણીઓ વચ્ચે આવ્યું છે.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું કર્યું પરિક્ષણ

Nilesh Jethva

પાળતુ કૂતરા સાથે મસ્તી કરવી જો બાઈડનને પડી ભારે, ઈજાગ્રસ્ત થતા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ નિવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!