કોરોના સંક્રમણના કારણે સ્થગિત થયેલી CBSE-ICSE બોર્ડ પરીક્ષાઓ પર નિર્ણય લેવા માટે આજે કેન્દ્રીય મંત્રીઓની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. બેઠકની અધ્યક્ષતા રાજનાથ સિંહે કરી તથા રમેશ પોખરિયાલ નિશંક સહિત અન્ય કેન્દ્રીય મંત્રી સામેલ રહ્યા. જાણકારી મળી રહી છે કે CBSE બોર્ડ પરીક્ષાઓની તારીખની સત્તાવાર જાહેરાત શિક્ષણમંત્રી 1લી જૂને યોજાશે.

બોર્ડની પરીક્ષા રદ નહીં કરવામાં આવે
મંત્રીઓની બેઠક પૂર્ણ થઈ ગઇ છે. ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પરીક્ષાઓ રદ નહીં કરવામાં આવે પરંતુ જૂલાઈ મહીનામાં લેવામાં આવશે. ગયા વર્ષે પણ બોર્ડની પરીક્ષાઓ જૂલાઇમાં કોરોનાના પ્રોટોકોલ સાથે લેવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, પરીક્ષાઓ કયા ફોર્મેટમાં લેવામાં આવશે, ક્યારે અને કેવી રીતે યોજાશે તેની માહિતી શિક્ષણમંત્રી નિશંક પોખરિયાલ 1લી જૂનના રોજ આપશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે શનિવારે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને જે પણ નિર્ણય લેવામાં આવે તેમાં રાજ્ય સરકારો તથા જોડાયેલી દરેક સંસ્થાનો મત હોવો જોઈએ. જેને લઈને આ અગાઉ હું અઠવાડીયા પહેલા રાજ્યોના શિક્ષણ સચિવો સાથે બેઠક કરી ચૂક્યો છું.
આંતરિક મૂલ્યાંકનના આધારે તૈયાર થાય પરિણામ- મનીષ સિસોદીયા
આ અગાઉ મનીષ સિસોદીયાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે બેઠક કરીને બોર્ડ પરીક્ષા અંગે સલાહ માગી હતી. બેઠકમાં સિસોદીયાએ જણાવ્યુ હતું કે, હિતધારકોનું માનવુ છે કે, બોર્ડની પરીક્ષા રદ કરી દેવી જોઈએ. બાળકોમાં હજૂ રસી અપાઈ નથી. કોઈ પણ પ્રકારની પરીક્ષાનું આયોજન કરવાથી કોરોનાનો ખતરો વધી જશે. ત્યારે આવા સમયે આંતરિત મૂલ્યાંકનના આધારે અંતિમ પરિણામ તૈયાર કરવા જોઈએ.
1) નિષ્ણાંતોએ આપ્યા હતા ત્રણ પ્રકારના પ્રસ્તાવ
નિષ્ણાંતોએ આપ્યા હતા ત્રણ પ્રકારના પ્રસ્તાવ આપ્યા હતા. જેાં દરેક વિષયો માટે પરીક્ષા નહીં હોય, ફક્ત 20 જ મુખ્ય વિષયમાં શામેલ કરવાની ભલામણ કરી હતી. પ્રથમ દરખાસ્ત મુજબ, બારમા ધોરણના 174 વિષયોમાંથી, ફક્ત 20 મુખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવશે. આમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, વ્યાપાર અધ્યયન, એકાઉન્ટ્સ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને અંગ્રેજી શામેલ છે. આ મુખ્ય વિષયોમાં મેળવેલા ગુણના આધારે અન્ય વિષયોનું પરિણામ તૈયાર કરવામાં આવે.
2) 90 મિનિટમાં ઉકેલાયેલા તેવા વૈકલ્પિક પ્રશ્નો
બીજી દરખાસ્તમાં તમામ વિષયોની પરીક્ષા લેવાનું કહેવામાં આવ્યું છે. આ મુજબ ત્રણ કલાકને બદલે માત્ર 90 મિનિટની પરીક્ષા છે અને પેપરમાં વૈકલ્પિક અને ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે. જેથી વિદ્યાર્થીએ પ્રશ્નપત્ર હલ કરવામાં વધુ સમય ન વેડફવો પડે અને તે જલદીથી પરીક્ષા કેન્દ્રની બહાર જઇ શકે.
3) ફક્ત એક જ ભાષા અને ત્રણ વૈકલ્પિક વિષયોની પરીક્ષા લેવાની ઓફર
ત્રીજી દરખાસ્તમાં, ધોરણ 12 ના પાંચ / છ વિષયોમાંથી માત્ર એક જ ભાષા અને ત્રણ વૈકલ્પિક વિષયો લેવાની દરખાસ્ત છે. અન્ય વિષયનું પરિણામ એટલે કે પાંચમા / છઠ્ઠા વિષયનું પરિણામ વૈકલ્પિક વિષયોમાં પ્રાપ્ત થયેલ ગુણના આધારે તૈયાર થવું જોઈએ.

ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
કોરોનાની પરિસ્થિતીમાં મોટો ફરક નહીં પડતા ગુજરાત સરકારે ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. મહત્વપૂર્ણ છેકે શિક્ષણમંત્રી અને સીએમની કોર કિમિટીની બેઠકમાં ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે. રાજ્યની કુલ ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. જ્યારે રેગ્યુલર છાત્રોને માસ પ્રમોશન અપાશે.અંતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- પહેલવાનોના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા CM મમતા બેનર્જી, યુથ કોંગ્રેસે સચિન તેંદુલકરના ઘરની બહાર લગાવ્યા પોસ્ટર
- શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય
- જો તમારો જન્મ ડિસેમ્બરમાં થયો હોય તો જાણો તમારા વ્યક્તિત્વનું રહસ્ય
- લેખક-ફોટોગ્રાફર વિવેક દેસાઈને નિબંધસંગ્રહ ‘બનારસ ડાયરી’ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક જાહેર
- કઈ રાશિના લોકોએ હાથ-પગમાં કાળો દોરો ન બાંધવો જોઈએ