GSTV

CBSE 10th Result : ધોરણ 10ના પરિણામો માટે વિદ્યાર્થીઓએ જોવી પડશે રાહ, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

cbse

Last Updated on August 2, 2021 by Pritesh Mehta

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ હવે CBSE ધોરણ 10ના વિદ્યાર્થીઓ પોતાના પરિણામો ઉત્સુખ છે. સત્તાવાર જાણકારી મુજબ સીબીએસઈ ધોરણ 10ના પરિણામો આજે એટલે કે 2 ઓગસ્ટના રોજ જાહેર કરવાના હતા પરંતુ જણાવી દઈએ કે સીબીએસઈ દ્વારા હજુ સુધી પરિણામની જાહેરાત કરવામાં આવી નથી.

પરિણામ CBSE

સીબીએસઈ ધોરણ 10ના પરિણામો માટે વિદ્યાર્થીઓએ હજુ વધુ રાહ જોવી પડશે. નવી સત્તાવાર જાણકારી મુજબ આજે એટલે કે 2જી ઓગસ્ટના રોજ પરિણામો જાહેર નહીં કરવામાં આવે. જોકે, બોર્ડ તરફથી ટૂંક સમયમાં ધોરણ 10ના પરિણામોની તારીખ અને સમયની જાહેરાત કરવામાં આવી શકે છે. જે વિદ્યાર્થીઓએ સીબીએસઈ બોર્ડ ધોરણ 10 માટે રજીસ્ટ્રેશન કર્યું હતું તે પરિણામોની જાહેરાત બાદ cbseresults.nic.in પર જઈને પોતાના પરિણામો ચેક કરી શકે છે.

જણાવી દઈએ કે બોર્ડ તરફથી પરિણામોની જાહેરાતની સાથે જ સત્તાવાર વેબસાઈટ પર લિંક એક્ટિવ થઇ જશે. જ્યાં વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબર દ્વારા પરિણામ ચેક કરી શકે છે. કોરોના સંકટને લઈને આ વર્ષે પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી હતી અને માર્કિંગ ફોર્મ્યુલાના આધાર પર રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે બોર્ડ તરફથી પરિણામો સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અને cbseresults.nic.in પર જાહેર કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!