GSTV

BIG NEWS / CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, આ વેબસાઇટ્સ પરથી જુઓ તમારું રિઝલ્ટ અને કરો ડાઉનલોડ

પરિણામ

Last Updated on August 3, 2021 by Dhruv Brahmbhatt

CBSE 10th Result 2021: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 10 નું પરિણામ 3 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે જાહેર થઇ ગયું છે. બોર્ડે તેના સત્તાવાર ટ્વિટર પેજ પર ટ્વીટ કરીને આ માહિતી આપી છે. પરિણામ વ્યક્તિગત અને શાળા મુજબ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ રોલ નંબર અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને પરિણામ ડાઉનલોડ કરી શકે છે, અને શાળાઓ તેમની લોગિન ડિટેલ્સનો ઉપયોગ કરીને તેને ડાઉનલોડ કરી શકે છે. જેઓ તેમના રોલ નંબરને જાણતા નથી તેઓ cbseresults.nic.in પર રોલ નંબર ફાઇન્ડરનો ઉપયોગ કરી શકે છે.

10માં ધોરણના વિદ્યાર્થીઓ લાંબા સમયથી પરીણામની માંગ કરી રહ્યાં છે. ત્યારે હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. CBSEના 10માં ધોરણનું રિઝલ્ટ (CBSE 10th Result 2021) આજે જાહેર થઇ ગયું છે. રિઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર જઈને તમે પરીણામ જોઈ શકો છો. જોકે તેના માટે તમારે સાચી જાણકારી ભરવી પડશે.

પરીક્ષા

Board Result Websites : આ વેબસાઇટ્સ પર જોઇ શકશો તમારું રિઝલ્ટ

cbse.gov.in

cbseresults.nic.in

ડાયરેક્ટ આ 3 લિંક ઓપન કરીને પણ તમારું રિઝલ્ટ જોઇ શકશો

LINK 1

LINK 2

LINK 3

CBSE 10 Result: ડિજિલોકરથી આ રીતે ડાઉનલોડ કરી શકો છો ધોરણ 10નું પરિણામ

 • ડિજિલોકરમાં એકાઉન્ટ બનાવ્યા બાદ, વેબસાઇટ digilocker.gov.in પર જાઓ અને આ સ્ટેપ્સ ફોલો કરો.
 • એજ્યુકેશન સેક્શન પર જાઓ અને સીબીએસઇ પર ક્લિક કરો.
 • સીબીએસઇ ધોરણ 10ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનો વિકલ્પ સિલેક્ટ કરો.
 • એક લોગિન વિન્ડો જોવા મળશે. પોતાના ધોરણ 10નો રોલ નંબર અથવા અન્ય વિગતોનો ઉપયોગ કરો.
 • રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે સબમિટ કરો.

CBSE 10 Result: SMS દ્વારા આ રીતે ચેક કરો તમારુ રિઝલ્ટ

 • ધોરણ 10નું પરિણામ SMS દ્વારા પણ ચેક કરી શકાય છે.
 • મોબાઇલ ફોન પર SMS એપ્લિકેશન ઓપન કરો.
 • એક SMS ટાઇપ કરો: cbse10<સ્પેસ>રોલનંબર<સ્પેસ>જન્મતારીખ<સ્પેસ>સ્કૂલ નંબર<સ્પેસ>સેન્ટર નંબર
 • હવે તેને 7738299899 પર મોકલી દો.
 • વિદ્યાર્થીઓ ગણતરીની મિનિટોમાં પોતાના મોબાઇલ ફોન પર SMSના માધ્યમથી પોતાનું CBSE ધોરણ 10નું પરિણામ જોઇ શકશે.
STUDENTS

કોરોના વાયરસના કારણે ધોરણ-10 અને 12માની પરીક્ષાઓ રદ

કોરોના વાયરસના કારણે ધોરણ-10 અને 12માની પરીક્ષાઓ રદ કરવી પડી હતી. આ કારણે વિદ્યાર્થીઓનો રોલ નંબર વાળા એડમિટ કાર્ડ મળી ના શક્યા. જો કે રિઝલ્ટ ચેક કરવા માટે રોલ નંબરની જરૂરીયાત પડશે. આ માટે રિઝલ્ટથઈ પહેલા પોતાના રોલ નંબર જાણવા માટે CBSEએ પોતાની વેબસાઈટ પર લિંક એક્ટીવ કરીદીધી છે. જ્યાં જઈને તમે તમારા પોતાના રોલ નંબર જોઈ શકો છો. વિદ્યાર્થીઓ આ રીતે રોલ નંબર ચેક કરી શકો છો.

માર્ક્સની ગણતરી, આવી રીતે બન્યા છે રિઝલ્ટ

ઈંટરનલ અસેસમેંટ માટે 20 પોઈન્ટ હશે. 10 અંક પીરિયોડિક તથા યૂનિક ટેસ્ટથી થશે. 30 અંક અર્ધવાર્ષિક/મિડ ટર્મ પરીક્ષા માટે વહેંચવામાં આવ્યા છે. બાકીના 40 અંક પ્રી બોર્ડ પરીક્ષાના રહેશે. ઉપરોક્ત પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના પરફોર્મેંસના આધારે તેમને માર્ક્સ આપવામાં આવશે અને તેમનું ફાઈનલ રિઝલ્ટ બન્યાં છે.

આ સ્ટેપ્સ સાથે ડાઉનલોડ કરો રોલ નંબર

 • સૌથી પહેલા CBSEની વેબલાઈટ cbse.gov.in પર જાઓ
 • ત્યાં રોલ નંબર ફાઈન્ડર-2021 ROLL NO. Finder-2021) પર ક્લિક કરો
 • ત્યાર પછી સર્વર-1 અથવા સર્વર-2 (SERVER-1 or SERVER-2) પર કોઈપણ બટન પર ક્લિક કરો
 • આગળની ટેબમાં Continue બટન પર ક્લિક કરો
 • 10મી અને 12મી ક્લાસમાંથી 10મું ધોરણ પસંદ કરો

નીચે પૂછવામાં આવેલી જાણકારી, જેમકે નામ, પિતાનું નામ, માતાનું નામ અને જન્મતારીખી સારી રીતે ભરો

CBSE

આ સ્ટેપ્સથી જોઈ શકશો તમારું રિઝલ્ટ

સૌથી પહેલા બોર્ડની અધિકૃત વેબસાઈટ cbse.gov.in અથવા cbseresults.nic.in પર જશો.

 • રિઝલ્ટની લિંક પર ક્લિક કરો
 • તમામ માહિતી ભરો જેમકે રોલ નંબર અને બર્થ ડે તારીખ
 • તમારું રિઝલ્ટ સ્ક્રિન પર હશે
 • રિઝલ્ટ ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ આઉટ નિકાળી લો

CBSEની વેબસાઈટની ડાયરેક્ટ લિંક

રોલ નંબર ડાઉનલોડ કરવા માટે CBSEએ પોતાની વેબસાઈટ cbse.gov.in પર લિન્ક આપી છે. જેના પર જઈને ક્લિક કરવા પર એક અલગ વિન્ડો ખુલશે. જેમાં તમને સર્વર-1 અથવા સર્વર-2 પૂછવામાં આવશે. કોઈના પર ક્લિક કરવા પછી રોલ નંબર ફાઈન્ડર (Roll Number Finder -2021)ની લિન્ક દેખાશે. તેના પર ક્લિક કરવા પર રોલ નંબરની જાણકારી વાળી વિન્ડો ખુલશે. આ વિન્ડોમાં માંગવાવળી જાણકારી ભર્યા પછી, પોતાનો રોલ નંબર જોઈવે તેને ડાઉનલોડ કરી શકો છો.

Read Also

Related posts

માથાનો દુ:ખાવો: જાડી ચામડીના અધિકારીઓ પાસે કામ કરાવવુ નવા નિશાળીયાઓ માટે અઘરૂ, નવા મંત્રીઓની પાઠશાળા લીધી

Pravin Makwana

પ્રજા વાત્સલ્ય સેવક: નવા મુખ્યમંત્રીની સંવેદનશીલતા, CMનો કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિકને વધુ સમય નહીં રોકવા સૂચના

Pravin Makwana

ઝટકો : દેશવાસીઓ પર મોદી સરકારે ન કરી દયા, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે, કોરોનાની દવા મફત મળશે, ઝૌમેટો પર આટલો ટેક્સ લગાવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!