GSTV

CBSE ધો.10 અને ધો.12ના રિઝલ્ટ માટે આ સ્કીમ લાગુ કરશે, જાણો કેવી રીતે બનશે રિઝલ્ટ

10

Last Updated on June 28, 2020 by Mansi Patel

કોરોના મહામારીને સીબીએસઇએ ધો.10 અને ધો.12ની જે પરીક્ષાઓ રદ કરી છે તે પરીક્ષાઓમાં હવે એવરેજ માર્કિંગ પદ્ધતિના આધારે પરિણામ અપાશે. જે મુજબ જે વિષયોની પરીક્ષા આપી છે તે વિષયોમાં સૌથી સારા ગુણની સરેરાશ કાઢી બાકીના વિષયમાં અપાશે. વિગતવાર એસેસમેન્ટ ફોર્મ્યુલા સીબીએસઈ દ્વારા સુપ્રીમકોર્ટ સમક્ષ મુકવામા આવી હતી અને જેને કોર્ટે મંજૂર રાખી હતી. જેને પગલે સીબીએસઈ દ્વારા સ્કૂલો-વિદ્યાર્થીઓ અને વાલીઓ જાણ થાય તે માટે નોટિફિકેશન પણ કરી દેવાયું છે.

સુપ્રીમ કોર્ટે સીબીએસઇ અને આઇસીએસઇ દ્વારા બાકી રહી ગયેલા પેપરની પરીક્ષા રદ કરવાના નિર્ણયને તથા એસેસ્મેન્ટ સ્કીમને પણ મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક વાલીઓએ 1 જુલાઇથી 15 જુલાઇમાં લેવામાં આવનાર સીબીએસઇની પરીક્ષા રદ કરવાની માગ કરી હતી. સીબીએસઇ દ્વારા જારી કરવામાં આવેલી એસેસમેન્ટ સ્કીમ મુજબ ધો. 10 અને ધો. 12ના જે વિદ્યાર્થીઓએ તમામ વિષયની પરીક્ષા આપી છે તેમનું પરિણામ તેમણે લખેલા પેપર તપાસીને સામાન્ય રીતે જ આપવામાં આવશે.

12

આ રીતે બનશે રિઝલ્ટ

જે વિદ્યાર્થીઓએ ત્રણથી વધુ વિષયની પરીક્ષા આપી છે તેમને બાકી રહેલા વિષયોમાં જે ત્રણ વિષયમાં સૌથી વધુ ગુણ હશે તે ત્રણ વિષયના સરેરાશ ગુણને આધારે ગુણ આપવામાં આવશે તેમ સીબીએસઆઇ એક્ઝામ કન્ટ્રોલર સન્યામ ભારદ્વાજે એક નિવેદનમાં જણાવ્યું છે. જે વિદ્યાર્થીઓએ ફક્ત ત્રણ જ વિષયની પરીક્ષા આપી છે તેમને બાકી રહેલા વિષયોેમાં ત્રણમાંથી જે બે વિષયમાં સારા ગુણ હશે તેની સરેરાશના આધારે ગુણ આપવામાં આવશે.

દિલ્હીમાં અમુક વિસ્તારના વિદ્યાર્થીઓ કે જેઓ સીએએના વિરોધમાં થયેલા રમખાણોને કારણે એક પણ પરીક્ષા આપી શક્યા નથી તેમનું પરિણામ તેમના આંતરિક ગુણના આધારે આપવામાં આવશે. 15 જુલાઇ સુધીમાં ધો. 10 અને ધો.12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ એક કે બે જ વિષયની પરીક્ષા આપી છે તેમની બાકીના વિષયોનું પરિણામ ઇન્ટરનલ, પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ એસેસ્મેન્ટને આધારે આપવામાં આવશે. ધો. 12ના જે વિદ્યાર્થીઇો પોતાનું પરિણામ સુધારવા માગતા હોય તેમની પરીક્ષા કોરોનાની સિૃથતિ સામાન્ય થયા પછી લેવામાં આવશે. ધો.10ના વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક આપવામાં આવશે નહીં.

10

એસેસમેન્ટ સ્કીમના મહત્ત્વના મુદ્દાઓ

સીબીએસઇ દ્વારા જારી કરવામાં આવેલી એસેસમેન્ટ સ્કીમ મુજબ ધો. 10 અને ધો. 12ના જે વિદ્યાર્થીઓએ તમામ વિષયની પરીક્ષા આપી છે તેમનું પરિણામ તેમણે લખેલા પેપર તપાસીને સામાન્ય રીતે જ આપવામાં આવશે.

જે વિદ્યાર્થીઓએ ત્રણથી વધુ વિષયની પરીક્ષા આપી છે તેમને બાકી રહેલા વિષયોમાં જે ત્રણ વિષયમાં સૌથી વધુ ગુણ હશે તે ત્રણ વિષયના સરેરાશ ગુણને આધારે ગુણ આપવામાં આવશે તેમ સીબીએસઆઇ એક્ઝામ કન્ટ્રોલર સન્યામ ભારદ્વાજે એક નિવેદનમાં જણાવ્યું છે.

જે વિદ્યાર્થીઓએ ફક્ત ત્રણ જ વિષયની પરીક્ષા આપી છે તેમને બાકી રહેલા વિષયોેમાં ત્રણમાંથી જે બે વિષયમાં સારા ગુણ હશે તેની સરેરાશના આધારે ગુણ આપવામાં આવશે.

દિલ્હીમાં અમુક વિસ્તારના વિદ્યાર્થીઓ કે જેઓ સીએએના વિરોધમાં થયેલા રમખાણોને કારણે એક પણ પરીક્ષા આપી શક્યા નથી તેમનું પરિણામ તેમના આંતરિક ગુણના આધારે આપવામાં આવશે. 15 જુલાઇ સુધીમાં ધો. 10 અને ધો.12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

જે વિદ્યાર્થીઓએ એક કે બે જ વિષયની પરીક્ષા આપી છે તેમની બાકીના વિષયોનું પરિણામ ઇન્ટરનલ, પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ એસેસ્મેન્ટને આધારે આપવામાં આવશે. ધો. 12ના જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માગતા હોય તેમની પરીક્ષા કોરોનાની સ્થિતિ સામાન્ય થયા પછી લેવામાં આવશે. ધો.10ના વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક આપવામાં આવશે નહીં.

Read Also

Related posts

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari

કુદરતને ચેલેન્જ/ છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મીનિટની ઉંઘ લે છે આ વ્યક્તિ, કામ માટે 16 કલાક પણ ઓછા પડ્યા

Pritesh Mehta

Cooking Tips : ક્યાંક તમે પણ આ રીતે તો નથી બનાવતાને ચોખા? જાણો તે કેવી રીતે ઝેર બનીને પહોંચાડે છે નુકસાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!