GSTV

CBSE 10th-12th Exam 2022: ટર્મ-1 પરીક્ષાને લઇને આવ્યા મોટા સમાચાર, આ નિર્ણયથી પ્રેક્ટિકલ એક્ઝામમાં વિદ્યાર્થીઓને થશે ફાયદો

CBSE

Last Updated on November 26, 2021 by Bansari

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદ એટલે કે CBSEની ધોરણ 10 અને 12ની ટર્મ 1 પરીક્ષા (CBSE Class 10th and 12th Term 1 Exam)ના માઇનર પેપર લેવાઇ રહ્યાં છે, જ્યારે મેજર સબ્જેક્ટના પેપર થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યા છે. આ સાથે પ્રેક્ટિકલ પરીક્ષા પણ આયોજિત થવા જઇ છે. આ સંદર્ભે, આ પરીક્ષાઓ માટે બોર્ડ (CBSE Guidelines) દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

પ્રેક્ટિકલ પરીક્ષામાં લોકલ ટીચર હશે એક્ઝામિનર(Local Teacher in Practical Exam)

CBSEની ધોરણ 10 અને 12ની ટર્મ 1 પ્રેક્ટિકલ પરીક્ષામાં, માત્ર લોકલ ટીચર જ પરીક્ષા માટે એક્ઝામિનર હશે. આ માટે બહારથી પરીક્ષક બોલાવવામાં આવશે નહીં. આ સાથે તમામ શાળાઓએ 23મી ડિસેમ્બર સુધીમાં પ્રેક્ટિકલ કરાવી લેવાનું રહેશે.

CBSE

પ્રેક્ટિકલ પરીક્ષા 30 નવેમ્બરથી લેવામાં આવશે (CBSE Practical Exam)

સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) 30 નવેમ્બરથી ધોરણ 10 અને 12ની ટર્મ 1 પ્રેક્ટિકલ પરીક્ષા લેશે, જે ફક્ત શાળાના શિક્ષકો દ્વારા જ લેવામાં આવશે. બોર્ડના વિદ્યાર્થીઓ માટે પહેલીવાર મોટાભાગની શાળાઓમાં હોમ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં કોરોના ગાઈડલાઈન્સ હેઠળ પરીક્ષા લેવામાં આવશે.

પ્રેક્ટિકલ એક્ઝામ માટેની ગાઇડલાઇન (CBSE Guidelines for Practical Exam)

CBSE ની ટર્મ 1 પ્રેક્ટિકલ પરીક્ષા માટે આયોજિત કેન્દ્રો પર થર્મલ સ્ક્રીનીંગની સાથે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રમાં તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત પરીક્ષાર્થીઓએ પણ માસ્ક પહેરવાનું ફરજિયાત છે.
100 સીટવાળા પરીક્ષા હોલમાં વધુમાં વધુ 22 બાળકોને જ બેસવાની મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, જે ક્લાસમાં 45 બાળકોની બેઠક ક્ષમતા હશે, ત્યાં ફક્ત 12 બાળકો જ બેસાડવામાં આવશે.

CBSE

90 મિનિટનું હશે પેપર (CBSE Class 10th-12th Exam Format)

આ વખતે ટર્મ-1ની પરીક્ષા 90 મિનિટ માટે લેવામાં આવશે જે MCQ (બહુવિકલ્પીય પ્રશ્નો) આધારિત હશે. વિદ્યાર્થીઓએ તેમના જવાબ OMR સીટ પર ભરવાના રહેશે. સાથે જ ટર્મ-2ની પરીક્ષા 2 કલાકની રહેશે. તેમાં વર્ણનાત્મક પ્રશ્નો હશે. ટર્મ 2 પ્રશ્નપત્ર અલગ ફોર્મેટમાં હશે. જો કે, ટર્મ-2માં કેટલાક ટૂંકા અને લાંબા પ્રશ્નો હોઈ શકે છે. આ દરમિયાન, જો દેશમાં કોરોનાની સ્થિતિ વધુ ખરાબ થાય છે, તો આ ફોર્મેટમાં બદલાવ કરી શકાય છે.

મુખ્ય વિષયોની પરીક્ષાઓ ક્યારે શરૂ થશે (CBSE 10th, 12th Exam Date)

CBSE ધોરણ 10મી અને 12ની ટર્મ 1 બોર્ડની પરીક્ષાઓ પહેલા જ શરૂ થઈ ગઈ છે. 10મા ધોરણની પરીક્ષા 17મી નવેમ્બરથી શરૂ થઈ છે, જ્યારે 12મા ધોરણની પરીક્ષા 16મી નવેમ્બરથી શરૂ થઈ છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓની મુખ્ય વિષયોની પરીક્ષાઓ 30 નવેમ્બરથી 11 ડિસેમ્બર, 2021 સુધી ચાલશે, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓની મુખ્ય વિષયોની પરીક્ષાઓ 1 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ચાલશે. તે જ સમયે, પ્રેક્ટિકલ પરીક્ષાઓ 30 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે લેવાની રહેશે.

Read Also

Related posts

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk

સંસદના અત્યાર સુધીમાં 800થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત, 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર

Vishvesh Dave

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!